Western Times News

Gujarati News

હાલમાં ફ્લોપ રહેતા શાહરૂખ હિટ ફિલ્મ કરવા માટે ઇચ્છુક

મુંબઇ, કિંગ શાહરૂખ ખાનને કોઇ મોટી ફિલ્મ હાલમાં હાથ લાગી રહી નથી. શાહરૂખ હાલમાં ચર્ચામાં પણ દેખાઇ રહ્યો નથી. તેની છેલ્લી કેટલીક ફિલ્મો ફ્લોપ રહ્યા બાદ તે હવે એક હિટ ફિલ્મની શોધમાં છે. આના માટે તે સારી પટકથાની શોધમાં છે. સંજય લીલા, મધુર ભંડારકર અને રાજુ હિરાની પણ શાહરૂખ ખાનને લઇને યોગ્ય પટકથા લખવા માટે ઇચ્છુક છે. જા કે હજુ સુધી કોઇ નક્કર માહિતી મળી નથી. હવે એવુ જાણવા મળ્યુ છે કે શાહરૂખ ખાનને લઇને મધુર ભંડારકર એક એક્શન ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. જેમાં શાહરૂખ ખાન પોલીસ અધિકારીના રોલમાં નજરે પડનાર છે. મળેલી માહિતી મુજબ શાહરૂખ ખાને સારે જહાં સે અચ્છા નામની ફિલ્મ છોડી દીધી છે.

જો કે ફિલ્મના રાઇટરે આ અહેવાલોને રદિયો આપ્યો છે. જા કે હજુ સુધી ફિલ્મને લઇને કોઇ નવો ખુલાસો કરવામાં આવ્યો નથી. કોઇ સ્પષ્ટતા કરવામાં ન આવતા શંકા વધી રહી છે. હવે એવા અહેવાલ આવી રહ્યા છે કે શાહરૂખ ખાન પ્રથમ વખત પોલીસ અધિકારીની ભૂમિકા અદા કરનાર છે. ફિલ્મ મધુર ભંડારકર બનાવવા જઇ રહ્યા છે. મિડિયા રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો આ ફિલ્મ પોલીસ પર આધારિત રહેનાર છે. ઇન્સ્પેક્ટર ગાલિબ નામની ફિલ્મ બનાવવામાં આવી રહી છે. જે દેશમાં ખાણ પ્રવૃતિ પર આધારિત ફિલ્મ છે. તે માફિયા સામે જંગ ખેલતો નજરે પડનાર છે. મધુર ભંડારકરની નવી ફિલ્મ અન્ય ફિલ્મ સિમ્બા અથવા તો સિંઘમ જેવી રહેશે નહીં. જો કે થોડીક સિરિયસ ફિલ્મ રહેનાર છે. અલબત્ત શાહરૂખ ખાન મહેમાન તરીકે પોલીસના રોલમાં નજરે પડી ચુક્યો છે. તાજેતરમાં જ મુંબઇ પોલીસના કાર્યક્રમ ઉમંગમાં શાહરૂખ ખાને પોલીસની ભૂમિકા અદા કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. શાહરૂખ અન્ય પ્રોજેક્ટની પણ શોધમાં છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.