તલાલા ગીર વિસ્તારમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
અમદાવાદ, તાલાલા ગીર વિસ્તારમાં આજે સાંજના 4.35 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર 3.5ની તીવ્રતા નોંધાય હતી. ભૂકંપના આંચકાને લીધે લોકો ઘરની બહાર આવી ગયા હતા. ભૂકંપનું કેન્દ્ર બિંદૂ સાઉથ ઇસ્ટ તાલાલાથી 10 કિમિ દુર નોંધાયું છે. ભૂકંપના આંચકાને લીધે લોકોમાં ભય ફેલાયો હતો. હજુ સુધી કોઈ જાનમાલની નુકસાનીના અહેવાલો મળ્યા નથી.નોંધનીય છે કે, આ અગાઉ રવિવારે વહેલી સવારે જામનગર તાલુકાના મતવા તેમજ કાલાવડના સરા પાદર ગામ આસપાસ ભૂકંપની ધ્રુજારી અનુભવાઈ હતી. જેનું કેન્દ્રબિંદૂ જામનગરથી 23 કી.મી દુર જામનગર તાલુકાના મતવા ગામ પાસે તેમજ સરાપાદર ગામના વિસ્તારમાં નોંધાયું હતું. જે બાદ આજે સાંજના સમયે તાલાલા ગીર પંથકની ધરા ધ્રુજી હતી.