Western Times News

Gujarati News

ભારત એગ્રી ફર્ટ એન્ડ રિયલ્ટીની રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાંથી 5 વર્ષમાં રૂ. 700-800 કરોડની આવકની ધારણા

પ્રતિકાત્મક

મુંબઈ, મુંબઈ સ્થિત ભારત એગ્રી ફર્ટ એન્ડ રિયલ્ટી લિમિટેડને થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (ટીએમસી) તરફથી માજીવાડા, થાણે ખાતે ‘શિવ સાંઈ પેરેડાઈઝ’, ફેઝ II, ટાવર G માટે બેઝમેન્ટ + 31 માળ માટે ડેવલપમેન્ટ વર્ક હાથ ધરવા માટે કમેન્સમેન્ટ સર્ટિફિકેટ (શરૂઆત કરવા માટેનું પ્રમાણપત્ર) મેળવ્યું છે. પ્રોજેક્ટમાં કુલ 58 માળ છે અને કંપની TDR ચૂકવીને વધુ FSI ખરીદવાની યોજના ધરાવે છે.

કંપની આ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાંથી પાંચ વર્ષના સમયગાળામાં રૂ. 700-800 કરોડની આવકની અપેક્ષા રાખે છે. આ પ્રમાણપત્ર ઇશ્યુના અંતથી એક વર્ષ સુધી માન્ય રહેશે. કંપની ટાવર જી માટે બેઝમેન્ટ + 52 માળના રેસિડેન્શિયલ ફ્લોરની પરવાનગી માટે સત્તાવાળાઓનો સંપર્ક કરવાનું વધુ આયોજન કરી રહી છે. કંપનીએ ટાવર G માટે જમીન ખરીદેલ છે અને ધીમે ધીમે તે પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કર્યું છે.

વર્તમાન બજારની સ્થિતિના આધારે, કંપની આગામી પાંચથી છ વર્ષમાં થાણેના માજીવાડામાં આ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાંથી અંદાજે રૂ. 700-800 કરોડની આવકની અપેક્ષા રાખે છે અને જરૂરિયાત મુજબ રેરાનું પાલન કરશે અથવા તેમાં સુધારો કરશે. આ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ થવા પર કંપની દેવામુક્ત થશે અને વાડા, પાલઘરમાં એસએસપી ફોસ્ફેટિક ખાતર વ્યવસાયની ઉચ્ચ ક્ષમતાના ઉપયોગની સાથે એન્કાવિયો રિસોર્ટ ખાતે તેમના વિસ્તરણ પ્રોજેક્ટમાં વધારો કરશે.

5 જાન્યુઆરી, 2023ના રોજ કંપનીએ કંપનીની વર્તમાન એફએસઆઈના આધારે ટાવર જીના બાંધકામ માટે ટીએમસી પાસેથી પરવાનગી મેળવી હતી, જેમાં બેઝમેન્ટ + સ્ટિલટ્સ અથવા ગ્રાઉન્ડ + 1 થી 6 સુધી પાર્કિંગ ફ્લોર + 7 થી 31 માળનો સમાવેશ થાય છે. કંપનીને ટીએમસી ચીફ ફાયર ઓફિસર પાસેથી 52″ ફ્લોર સુધીની પરવાનગી મળી છે અને એકવાર કંપની ટીએમસી માર્ગદર્શિકા મુજબ જરૂરી ટીડીઆર મેળવે પછી, વધારાના ફ્લોર સુધારો લાગુ કરવામાં આવશે.

ટીએમસીએ કંપનીને લેટર ઓફ ઈન્ટેન્ટ પૂરો પાડ્યો છે, જે કંપનીને ઉપરોક્ત સુધારા માટે પર્યાવરણ તથા વન વિભાગ મંત્રાલય (એમઓઈએફ)નો સંપર્ક કરવાની મંજૂરી આપે છે. કંપનીના અધિકારીઓએ માજીવાડાના ફેઝ ટુમાં શિવ સાઈ પેરેડાઈઝ ખાતે સૂચિત જી ટાવરના ગ્રાઉન્ડ + 6 લેવલ પાર્કિંગ + 52 માળના રહેણાંક માળ (2/3 BHK) માટે પર્યાવરણ અને વન વિભાગ મંત્રાલય (એમઓઈએફ) સાથે બેઠક કરી હતી. એમઓઈએફ તરફથી સંમતિની રાહ જોવાઈ રહી છે.

કંપનીએ પહેલેથી જ જરૂરી પ્રોજેક્ટ ફાઇનાન્સનો લાભ લેવાનું શરૂ કરી દીધું છે, સિવિલ કોન્ટ્રાક્ટરની નિમણૂક કરી છે અને એમઓઈએફ પરવાનગીમાં સુધારાની પ્રાપ્તિ પર બાંધકામ કાર્ય શરૂ કરવા માટે અન્ય તમામ જરૂરી મંજૂરીઓ અને પરવાનગીઓનું પાલન કર્યું છે, જે આગળના તબક્કામાં છે.

ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખીને કંપની માજીવાડા, થાણે ફેઝ ટુ રેસિડેન્શિયલ ટાવર ખાતે તેમની ઉપલબ્ધ સંભવિત એફએસઆઈનો સંપૂર્ણ ઉપયોગ કરશે, જેમાં તમામ આધુનિક સુવિધાઓ સાથેના 2/3 બીએચકે લક્ઝુરિયસ અથવા અત્યાધુનિક ફ્લેટ્સ હશે. કંપની કિફાયતી કે વાજબી દરે 400 ફ્લેટ્સ ઓફર કરીને સ્થાનિક રેસિડેન્શિયલ માર્કેટ્સમાં સેવાઓ પૂરી પાડશે.

વધુમાં, કંપનીએ વર્ષ 2023-24 માટે એસપીઆઈસી (ગ્રીનસ્ટાર ફર્ટિલાઇઝર્સ લિમિટેડ) સાથે 25000 M.T માટે એસએસપી ફર્ટિલાઇઝર માર્કેટિંગ જોડાણને રિન્યુ કર્યું છે અને કંપનીના પોતાના માર્કેટિંગ નેટવર્ક દ્વારા 15000 M.T વેચાણ ઉપરાંત 30000 M.T માટે ઇન્ડિયન પોટાશ લિમિટેડ સાથે માર્કેટિંગ ટાઈ અપની પ્રક્રિયામાં પણ છે. કંપની ડિપાર્ટમેન્ટ ઓફ ફર્ટિલાઇઝર (ડીઓએફ)ની એનબીએસ પોલિસી રિન્યૂઅલને આધીન રૂ. 80-85 કરોડની આવકની અપેક્ષા રાખે છે. મેનેજમેન્ટે 24 ફેબ્રુઆરી, 2023ના રોજ સેટલમેન્ટ એમઓયુ પર પણ હસ્તાક્ષર કર્યા છે અને મોઈ કેમ લિમિટેડ  (એસોસિયેટ કન્સર્ન) પાસેથી લોનની સમગ્ર રકમની ચુકવણી તરીકે રૂ. 9 કરોડ મેળવ્યા છે.

એન્કાવિયો રિસોર્ટમાં કંપનીએ 12 રૂમ ઉમેર્યા છે અને સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરી છે જે તેને વર્ષે  લગભગ રૂ. એક કરોડનો વીજળી ખર્ચ બચાવવામાં મદદ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.