Western Times News

Gujarati News

7 હજાર કરોડની બાકી રકમ માટે નિરવ મોદીને નોટિસ

નવી દિલ્હી, પંજાબ નેશનલ બેંક(પીએનબી) કૌભાંડના કેસમાં નિરવ મોદીને વધુ એક નોટિસ જારી કરી છે. કૌભાંડોથી સંબિાૃધત એક નવા ઘટનાક્રમમાં મુંબઇ ડેટ્સ રિકવરી ટ્રિબ્યુનલ-આઇ (ડીઆરટી)એ ભાગેડું કારોબારી નિરવ મોદી, તેમના સમૂહની કંપનીઓ અને અન્યને છેલ્લા બે વર્ષાૃથી પીએનબીની બાકી રકમ ૭૦૩૦ કરોડ રૃપિયા ચૂકવવાના નિર્દેશ જારી કર્યા છે.  આ અગાઉ ડીઆરટી-આઇએ ૨૨ નવેમ્બરે પણ નિરવ મોદી અને અન્ય આરોપીઓને ૩૦ જૂન, ૨૦૧૮ાૃથી સમગ્ર રકમ પર ૧૪.૩૦ ટકાના દરે વ્યાજ ચૂકવવાના પણ નિર્દેશ આપ્યા હતાં. નિરવ મોદી અને તેમના નજીકના સંબાૃધી અમી એન મોદી, નિશાલ ડી મોદી, દીપક કે મોદી, નેહાલ ડી મોદી, રોહિન એન મોદી, અનન્યા એન મોદી, અપાશા એન મોદી અને પૂર્વી મયંક મહેતાને પણ નોટિસ આપી છે.

આ ઉપરાંત નિરવ મોદીના સમૂહની કંપનીઓને પણ આ જ કેસમાં નોટીસ આપવામાં આવી છે. આ નોટીસ પર ડીઆરટી-આઇ મુંબઇના રિકવરી ઇન્ચાર્જ સુજીતકુમારની સહી છે. આ કંપનીઓમાં સ્ટેલર ડાયમંડ, સોલર એક્સપોર્ટ્સ, ડાયમંડ આરયુએસ, ફાયરસ્ટાર ઇન્ટરનેશનલ લિ.(અગાઉ ફાયરસ્ટાર ઇન્ટરનેશનલ પ્રા. લિ.) અને મુંબઇ, ગુજરાત તાૃથા રાજસૃથાનમાં તેની ૧૩ શાખાઓ, એએનએમ એન્ટરપ્રાઇઝ પ્રા. લિ. અને એનડીએમ એન્ટરપ્રાઇઝ પ્રા. લિ. સામેલ છે.

ન્યૂઝ એજન્સી આઇએનએસ મુજબ નિરવ મોદીની નોટિસને મુંબઇના ગ્રોસવેનર હાઉસ અને દુબઇના શેરા ટાવર્સમાં તેમના સરનામા પર મોકલી દેવામાં આવી છે. જ્યારે અન્ય એક સંબાૃધી નેહાલ ડી મોદીની નોટિસને ન્યૂયોર્કમાં તેમના સરનામા પર મોકલી દેવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.