Western Times News

Gujarati News

ગેરકાયદે બનાવેલાં ઝિંગા તળાવો તોડી પડાયા

પ્રતિકાત્મક

સુરત, સુરતના ઓલપાડ તાલુકાના ઉંબેરમાં સરકારી જમીન પર ગેરકાયદે બનાવાયેલા ૧૮૪ જેટલા ઝીીંગા તળાવોનું શુક્રવારે ડીમોલેશન કરાયું હતું. આ તળાવમાંથી સ્થાપીત કરાયેલી સાધનસામગ્રી પણ જપ્ત કરાઈ હતી. હાઈકોર્ટે સરકારી જમીન ઉપરના ગેરકાયદે ઝીંગા તળાવો ઝીગા ઉછેરની પ્રવૃત્તિ સામે મનાઈહુકમ આપ્યો હતો.

છતાં ગત વર્ષે પણ આજ સમયે તળાવોમાં પાણી ભરીને ઝીંગાફાર્મીગની ગતીવીધી કરવા જતાં કલેકટરાયલે ડીમોલીશન કર્યું હતું. આ વખતે ફરી ગેરકાયદે પ્રવૃત્તિ કરવાની તજવીજ હાથ ધરતાં જ કલેકટરાલયે તેને ઉગતા જ ડામવાનો પ્રયાસ કર્યો હતો.

સુરત જીલ્લાના ઓલપાડ, ચોયાર્સી, મજુરા તાલુકામાં આવેલા ૧૦,૦૦૦ થી વધુ ગેરકાયદે ઝીગાના તળાવોના મુદે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં ફરીયાદ થઈ હતી. એટલે કોરોના કાળ પહેલા જીલ્લા કલેકટરના આદેશથી ઓલપાડના મંદ્રોઈ ગામથી ઝીગાના તળાવો તોડવાનું શરૂ કર્યું હતું.

ત્યારબાદ મજુરા અને ચોયાસી તાલુકા મામલતદારે પણ તેમના વિસ્તારમાં આવેલા ગેરકાયદે ઝીગાતળાવો સામે કાર્યવાહી શરૂ કરી હતી. આ કાર્યવાહી સામે કેટલાક ઝીીગા તળાવ ધરાવનારા હાઈકોર્ટમાં ગયા હતા. કોર્ટે ફેબ્રુઆરી ર૦ર૧માં મનાઈ હુકમ આપ્યો હતો.

તેમાં આદેશ કર્યો હતો કે, ગેરકાયદે ઝીગાના તળાવોમાં ઝીગા ઉછેરની કોઈ પ્રવૃતિ કરવી નહી. અને જીલ્લા કલેકટર દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવી નહી.છતાં ગત વર્ષે ર૦રરમાં ચોર્યાસી તાલુકાના ઉબેર ગામમાં આવેલા સરકારી જમીનના સર્વે નં.૧૯૭ માં ૧૮૪ જેટલા ઝીગાના ગેરકાયદે

તળાવોમાં ફરીથી પાણી ભરીને ઝીગા ઉછેરવાનું શરૂ કરતા કલેકટર સુધી ફરીયાદો થઈ હતી. કલેકટરે કાર્યવાહીનો આદેશ કરતાં ૧૮૪માંથી ૭પ તળાવોમાં ઝીગા ઉછેર કરવા માટેની ગતીવીધી શરૂ કરાઈ હતી. તેને અટઅકાવીને સામાન જપ્ત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.