Western Times News

Gujarati News

IIT કાનપુરે ‘ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયાઃ ધ નેક્સ્ટ ઇનોવેશન પાવરહાઉસ’ ડાયમન્ડ જ્યુબિલી (60 વર્ષ)ની ઉજવણી કરી

બેંગાલુરુ, ભારતમાં ટેકનોલોજી સંસ્થાઓમાં પ્રથમ અને રાષ્ટ્રીય મહત્ત્વની આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધ સંસ્થાઓમાંની એક આઇઆઇટી કાનપુરે એની ડાયમન્ડ જ્યુબિલી ઉજવણી ચાલુ રાખી છે. આ ઉપક્રમે બેંગાલુરુમાં આઇઆઇટી કાનપુર એલુમ્નિ એસોસિએશન, બેંગલોર ચેપ્ટરનું આયોજન થયું હતું. આ પ્રકારનાં કાર્યક્રમોમાં પ્રથમ કાર્યક્રમનું આયોજન ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયાઃ ધ નેક્સ્ટ ઇનોવેશન પાવરહાઉસ પર થયું હતું. એનું આયોજન દેશવિદેશમાં આઇઆઇટી કાનપુરનું એલુમ્નિ એસોસિએશન કરી રહ્યું છે.

 આ કાર્યક્રમમાં આઇઆઇટી કાનપુરનાં ભૂતપૂર્વ પ્રસિદ્ધ વિદ્યાર્થીઓ અને જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત અન્ય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સામેલ થયા હતાં. એમાં આઇઆઇટી કાનપુરનાં બોર્ડ ઓફ ગવર્નર્સનાં ચેરપર્સન અને ભારત અંતરિક્ષ સંશોધન સંસ્થા (ઇસરો)માં ઑનરરી સલાહકાર ડો. કોપ્પિલ્લિલ રાધાક્રિષ્નન, આઇઆઇટી કાનપુરનાં ડાયરેક્ટર પ્રોફેસર અભય કરાન્ડિકર અને આઇઆઇટી-કાનપુર એલુમ્નિ એસોસિએશન બેંગલોરનાં પ્રેસિડન્ટ, હશનાં સહ-સ્થાપક ઉમેશ સી જોશી સામેલ છે.

 આખા દિવસનાં આ કાર્યક્રમની થીમ કનેક્ટ, કોલાબોરેટ એન્ડ સેલિબ્રેટ હતી, જેમાં એકેડેમિયા, ઉદ્યોગ અને આંત્રપ્રિન્યોરિયલ ઇનોવેશન્સને આવરી લેતી પેનલ ચર્ચા થઈ હતી.

ચર્ચાનાં મુદ્દા વૈજ્ઞાનિક સંશોધન અને વિકાસ તથા ઇનોવેશન અને ઉદ્યોગસાહસિકતાનું કલ્ચર ઊભું કરીને મિશન નોબેલ પ્રાઇઝ જેવા હતાં, જેમાં દર્શકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉદ્યોગકેન્દ્રિત રાઉન્ડ ટેબલમાં આઇઆઇટી કાનપુર અને એનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કેવી રીતે ભવિષ્યનાં ભારતને આકાર આપી શકશે એ વિશે ચર્ચા થઈ હતી. નોસ્ટાલ્જિક સેશનમાં આઇઆઇટી કાનપુરનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જૂની યાદોમાં સરી ગયા હતા અને ટ્રાઇવિયા ક્વિઝે સંસ્થામાં એમનાં સમયની સ્થિતિસંજોગોની યાદ અપાવી હતી.

IIT કાનપુરનાં એલુમ્નિ એસોસિએશનનાં પ્રેસિડન્ટ શ્રી પ્રદીપ ભાર્ગવે કહ્યું હતું કે, દેશભરમાં અને વિદેશમાં આ પ્રકારની કોન્ફરન્સનાં આયોજનનો ઉદ્દેશ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને અને વિવિધ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવા એકછત હેઠળ લાવવાનો હતો, જે ભારતનાં અર્થતંત્રની વૃદ્ધિ માટે મહત્ત્વપૂર્ણ છે.

ઘણાં પ્રતિભાશાળી લોકોએ એકસાથે વિચાર કરતાં અમને ખાતરી છે કે, વ્યવસાય અને વિજ્ઞાનમાં ભારત મોખર રહે એ સુનિશ્ચિત કરવા ઇનોવેટિવ વિચારો મળશે. બેંગાલુરુમાં કોન્ફરન્સમાં ચર્ચાવિચારણા ભારતને આંતરરાષ્ટ્રીય સંશોધન અને વિકાસનું કેન્દ્ર બનાવવા પર, પડકારો ચકાસવા અને શિક્ષાવિદોને સાંકળવાની સાથે આ સમસ્યાઓનું સમાધાન કરવાની રીતો પર કેન્દ્રિત હતી.

 આ કાર્યક્રમ દરમિયાન સંસ્થાએ બેંગલોરમાં વિવિધ સંશોધન અને વિકાસ સંસ્થાઓ સાથે સંશોધન માટે જોડાણ કરવા એમઓયુ કર્યા હતાં. એ ઉપરાંત આઇઆઇટી કાનપુરમાંથી એસઆઇઆઇસી (ઇન્ક્યુબેશન સેન્ટર) અને ટેકનોપાર્કમાં આઇઆઇટી કાનપુરમાં વિવિધ સ્ટાર્ટઅપ્સને પ્રાપ્ત પ્રોત્સાહનને પ્રદર્શિત કર્યું હતું.

 આ કાર્યક્રમમાં ઉદ્યોગનાં લીડર સાથે 800થી વધારે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની ભાગીદારી જોવા મળી હતી. ભારતમાં દિલ્હી, મુંબઈ અને પૂણે તથા વિદેશમાં સેન ફ્રાન્સિસ્કો, ન્યૂયોર્ક, ઓટ્ટાવા અને ઝુરિચમાં સંસ્થાનાં 10000થી વધારે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સુધી પહોંચવા અને ભારતની વૃદ્ધિ માટે ફળદાયક આદાનપ્રદાન કરવા આવી કોન્ફરન્સ યોજાશે.

આ માટે વૈશ્વિક સંશોધન અને વિકાસ કેન્દ્ર તરીકે ભારત, ટેકનોલોજી અને ઇનોવેશન દ્વારા ભારતનું પરિવર્તન, છેવાડાનાં સ્તર સુધી પહોંચવું અને અર્થતંત્રને 5 ટ્રિલિયન ડોલરને બનાવવું, એઆઈ અને આઇઓટી સાથે ભવિષ્યને સમર્થન આપવું, સરકારી વિભાગો સાથે જોડાણ અને સેન્ટર્સ ઓફ એક્સલન્સનું નિર્માણ, વૈશ્વિક કક્ષાની ફેકલ્ટીને આકર્ષવાની પદ્ધતિઓ, ઉત્પાદન અને એસએમઈ સાથે વૃદ્ધિ તથા યુનિવર્સિટીઓ અને ઉદ્યોગ સાથે વૃદ્ધિ અને જોડાણ માટે ફંડિંગ જેવા વિષયો પર ચર્ચા થશે. આ કાર્યક્રમનાં મુખ્ય પ્રાયોજકો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને લાઇવસ્પેસ હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.