Western Times News

Gujarati News

ગુજરાતના મંદિરોએ ૨૦૦ કિલો સોનાનું મુદ્રીકરણ કરાવ્યું

રૂ.૧૨૦ કરોડની રકમ મળતા ચેરિટીમાં ઉપયોગ કરશે

આ રકમ મંદિરમાં સમારકામ કે અન્ય કોઈ ખર્ચમાં કરાશે

અમદાવાદ, ભારત દેશની વાત કરીએ તો સોનાની ખરીદીમાં તે વિશ્વમાં બીજા ક્રમાંક પર આવે છે. ગુજરાતના મંદિરો કેન્દ્ર સરકારની ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ હેઠળ મુદ્રીકરણ માટે સોનું જમા કરાવવામાં આગેવાની લઈ રહ્યા છે. બેન્કરોના અંદાજાે દર્શાવે છે કે રાજ્યના મોટા મંદિરો દ્વારા જાહેર ક્ષેત્રની બેંકોમાં લગભગ ૨૦૦ કિલો સોનું જમા કરવામાં આવ્યું છે. ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ ખાતે ઈન્ડિયા ગોલ્ડ પોલિસી સેન્ટર દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસ મુજબ, ભારતીય પરિવારોમાં માત્ર ૦. ૨૨% સરપ્લસ ગોલ્ડ હોલ્ડિંગ યોજના હેઠળ મુદ્રીકરણ કરવામાં આવે છે. Temples in Gujarat monetized 200 kg of gold

બે મંદિરો – અંબાજી મંદિર અને સોમનાથ મંદિર – એ ટૂંકા ગાળામાં GMS હેઠળ જાહેર ક્ષેત્રની બેન્કોમાં ૨૦૦ કિલો જેટલું સોનું જમા કરાવ્યું છે. વર્તમાન કિંમતો અનુસાર આ રકમ રૂ. ૧૨૦. ૬ કરોડની કિંમતની ગોલ્ડ ડિપોઝિટ છે.અમદાવાદ માર્કેટમાં સોનાનો ભાવ ૬૦,૩૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ હતો. અત્યારે ચાલી રહેલા ટ્રેન્ડ પર નજર કરીએ તો જાહેર ક્ષેત્રની બેંકના એક વરિષ્ઠ એક્ઝિક્યુટિવે કહ્યું કે સરકાર મંદિરોને ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ હેઠળ દાન તરીકે એકત્ર કરાયેલું સોનું બેન્કોમાં જમા કરાવવા માટે પ્રોત્સાહિત કરી રહી છે.

આનાથી મિડિયમ ટર્મ ડિપોઝિટ માટે વાર્ષિક ૨. ૨૫% વ્યાજ મળે છે, જ્યારે લાંબા ગાળાની ડિપોઝિટ માટે વાર્ષિક ૨. ૫૦% વ્યાજ મળે છે. આ મંદિરો માટે ઘણું ફાયદાકારક છે કારણ કે તેઓ ચાલુ બજાર ભાવે સોનાને રિડીમ કરી શકે છે કારણ કે તેમની ડિપોઝિટો એકબાજુ પાકી જતી હોય છે અને વ્યાજ પણ મળતું જ હોય છે. ગુજરાતમાંથી GMS હેઠળ કરવામાં આવેલી ડિપોઝિટનો સૌથી મોટો હિસ્સો અંબાજી ટેમ્પલ ટ્રસ્ટ તરફથી આવ્યો હતો.

બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર વરુણકુમાર બરનવાલે કે જેઓ મંદિર ટ્રસ્ટના બોર્ડમાં પણ છે તેમણે જણાવ્યું હતું કે મંદિરે પહેલાથી જ GMS હેઠળ ત્રણ તબક્કામાં ૧૬૮ કિલો સોનું જમા કરાવ્યું છે. જેમાં બે તબક્કામાં ૯૬ાખ્ત અને ૨૩ાખ્તનો સમાવેશ થાય છે. મંદિરના શિખરને શણગારવા માટે લગભગ ૧૪૦ કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, જે બનાસકાંઠા જિલ્લામાં અંબાજી મંદિરનું સંચાલન કરે છે, તે ઘણીવાર ચેક, ડિમાન્ડ ડ્રાફ્ટ, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ અને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા સોનાના રૂપમાં દાન સ્વીકારે છે અને આવકવેરા કાયદાની સંબંધિત જાેગવાઈઓ હેઠળ તેને અનુસરવામાં આવે છે.

બેન્કિંગ ક્ષેત્રના સૂત્રોએ જણાવ્યું હતું કે મંદિરની દાનપેટીમાં પણ વારંવાર ઝવેરાતના રૂપમાં દાન તરીકે ઘણું સોનું આવે છે. સોમનાથ મંદિર કે જેણે મંદિરના સ્પાયર્સ પર સોનાનો ઢોળ ચઢાવવા માટે દાન દ્વારા સંચિત સોનાનો મોટાભાગે ઉપયોગ કર્યો છે, તેણે છ કિલો સોનું પણ જમા કરાવ્યું છે.જીએમએસ હેઠળ. શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી કે લહેરીએ જણાવ્યું હતું કે સોમનાથ મંદિરના સ્પાયર પર પ્લેટિંગ કરવા અને તેને સજાવવા માટે લગભગ ૧૫૦ કિલો સોનું ઓગળવામાં આવ્યું છે અને તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

મંદિર ટ્રસ્ટે તાજેતરમાં GMS હેઠળ બારના રૂપમાં લગભગ ૬ કિલો સોનું જમા કરાવ્યું છે. સોનાનું મુદ્રીકરણ કરીને મેળવેલા મોટા ભાગના ભંડોળને સામાન્યરીતે ચેરિટી અને મંદિરની કામગીરીમાં વાળવામાં આવે છે. બેન્કિંગ ક્ષેત્રે જણાવ્યું હતું કે ડાકોરમાં રણછોડરાય મંદિરને પણ દાન તરીકે સોનું મળે છે; જાેકે, કેટલા પ્રમાણમાં મળે છે એની પુષ્ટિ હજુ સુધી કરાઈ શકી નથી.

દ્વારકાના શ્રી દ્વારકાધીશ મંદિરની સમિતિના સંચાલક કમલેશ શાહે જણાવ્યું હતું કે અમે ક્યારેય જીએમએસ હેઠળ કોઈ સોનું જમા કરાવ્યું નથી. કારણ કે આ મંદિરમાં ભાગ્યે જ કોઈ સોનાના રૂપમાં દાન કરવામાં આવ્યું છે. ગોલ્ડ ઈન્ડસ્ટ્રીના રિસર્ચરે જણાવ્યું હતું કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ બેંકોને ખર્ચને પહોંચી વળવા માટે પ્રોત્સાહિત કરવાનો માર્ગ બનાવવો જાેઈએ અને તેમને આવી વધુ યોજનાઓ શરૂ કરવા પ્રોત્સાહિત કરવા જાેઈએ.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.