Western Times News

Gujarati News

અમેરિકન સિંગર મેડોના સીરીયલ બેક્ટેરિયલ ઈન્ફેક્શનને લીધે ICUમાં

મેડોના રિકવરી સ્ટેજ પર છે પરંતુ જ્યાં સુધી તે સંપૂર્ણ સ્વસ્થ ન થાય ત્યાં સુધી તે તબીબી સંભાળ હેઠળ રહેશે

વોશિંગ્ટન,  અમેરિકન સિંગર મેડોનાના ફેન્સ માટે ખરાબ સમાચાર આવ્યા છે. પોપ આઇકોન મેડોના સીરીયલ બેક્ટેરિયલ ઈન્ફેક્શનને કારણે છેલ્લા ઘણા દિવસોથી આઈસીયુમાં દાખલ છે. મેડોનાના મેનેજર ગાય ઓસેરીએ આ માહિતી દરેક સાથે શેર કરી છે.

તેમનું કહેવું છે કે ગયા શનિવારે મેડોનાને ઈન્ફેક્શન થયું હતું, જેના કારણે તેને ઘણા દિવસો સુધી ઇન્ટેન્સિવ કેરમાં રાખવી પડી હતી. મેડોનાના મેનેજર અનુસાર, મેડોના હવે રિકવરી સ્ટેજ પર છે. પરંતુ જ્યાં સુધી તે સંપૂર્ણ સ્વસ્થ ન થાય ત્યાં સુધી તે તબીબી સંભાળ હેઠળ રહેશે.

ઓસેરીએ જણાવ્યું હતું કે ૬૪ વર્ષીય પોપ આઇકોનની “સેલિબ્રેશન” ટૂર, જે કેનેડાના વાનકુવરમાં ૧૫ જુલાઈથી શરૂ થવાની હતી, તે આગળની સૂચના સુધી મુલતવી રાખવામાં આવી છે. મેનેજરના જણાવ્યા મુજબ, સંજાેગોને ધ્યાનમાં લેતા, તેણે તેના તમામ કમીટમેંટ અને ટૂર બંધ કરવા પડશે.

ટૂંક સમયમાં તે બાકીની માહિતી તેમજ ટૂરના રિશેડ્યુલની વિગતો દરેક સાથે શેર કરશે. તેમના ટૂરની ઘણી ટિકિટો વેચાઈ ચૂકી છે. આ વર્લ્ડ ટૂર જેમાં ૩૫-શહેરોનો સમાવેશ થાય છે, એમ્સ્ટરડેમ, યુરોપમાં ૧ ડિસેમ્બરે છેલ્લા શો સાથે સમાપ્ત થશે. ૬૪ વર્ષીય મેડોનાએ આ ટૂરની જાહેરાત જાન્યુઆરી મહિનામાં કરી હતી. પરંતુ તેમની બગડેલી તબિયતના કારણે હવે તેમની તમામ તારીખો બદલવામાં આવશે.

મેડોના સાત વખત ગ્રેમી એવોર્ડ વિજેતા રહી છે. ફેન્સ તેમના ટૂર માટે ખૂબ જ ઉત્સાહિત હતા. પરંતુ હવે તેઓએ તેમના પ્રિય સિંગરના સ્વસ્થ થવાની રાહ જાેવી પડશે. જ્યારથી પોપ સિંગરના ઈન્ફેક્શનના સમાચાર સામે આવ્યા છે. તેના ફેન્સ તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે અને તે ટૂરમાં જાેડાય તેની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.