Western Times News

Gujarati News

ઝઘડિયાના ચંદેરીયા ખાતે મફત મેડિકલ અને આંખના તમામ રોગોના કેમ્પનું યોજાયો

કેમ્પમાં સિકલ સેલ અવેરનેસ ફાઉન્ડેશન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું : માનવ સેવા ટ્રસ્ટ અને
સમર સર્જીકલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.


ભરૂચ: માનવસેવા ટ્રસ્ટ અને સમર સર્જીકલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા ચંદેરીયા ખાતે આજરોજ દેદિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાના પુત્ર ગૌરવના જન્મ દિન નિમિત્તે મફત મેડિકલ અને આંખના તમામ રોગોના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કેમ્પમાં ખાસ સિકલસેલ અવર્નેસ ફાઉન્ડેશન દ્વારા સિકલસેલ રોગ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સેંકડો દર્દીઓએ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો. આ પ્રસંગે ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવા તથા દેદિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.

ઝઘડિયા વાલિયા અને નેત્રંગ એ આદિવાસી બાહુલ્ય ધરાવતા તાલુકા છે. આ વિસ્તારોમાં આરોગ્યને લગતી સમસ્યા અને સિકલસેલ બાબતે જાગૃતિ ખુબ ઓછી છે. આદિવાસી જનતામાં આરોગ્ય અને ખાસ કરીને સિકલસેલ બાબતે જાગૃતિ આવે એવા શુભ આશયથી ચંદેરીયા ખાતે માનવ સેવા ટ્રસ્ટ અને  સમર સર્જીકલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા મફત મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં તમામ રોગોની સારવાર અને તેનું નિદાન અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેમ્પમાં સિકલસેલ બાબતે ખાસ માર્ગદર્શનું આયોજન કરવામાં આવ્યું હતું. અભિગમ બદલીયે સિકલ સેલ એનિમિયા રોકીયે ના બેનર હેઠળ જણાવાયું હતુંકે સિકલ સેલ એનિમિયા રક્તકણમાં રહેલા ખામીયુક્ત હિમોગ્લોબીન-એસ ને કારણે થતો જનીન જન્ય રોગ છે.

જેમાં રક્તકણનો આકાર ગોળમાં દાતરડા જેવો બની જાય છે. ગુજરાતના મુખ્યત્વે દાહોદ,પંચમહાલ,નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વાપી, વલસાડ, અને ડાંગ જિલ્લાના આદિવાસીઓમાં સિકલ સેલ એનીમિયાનું પ્રમાણ વધુ જોવા મળે છે. લગ્ન પહેલા આ રોગ અંગેની તપાસ દ્વારા આ રોગને અટકાવી શકાય છે. જે સ્ત્રી પુરુષ બંને સિકલ સેલ વાહક રોગ ધરાવતા હોઈ તો એમના લગ્ન એક બીજા સાથે નહિ થવા જોઈએ જેવી માહિતી ઉપસ્થિત દર્દીઓને આપવામાં આવી હતી. આ કેમ્પમાં રોગોની તપાસ, સારવાર, નિદાન કરવામાં આવ્યું હતું અને તમામ દર્દીઓને મફત દવા આપવામાં આવી હતી. આ કેમ્પમાં ઝઘડિયા વાલિયા અને નેત્રંગ તાલુકાના ૫૦૦ થી વધુ દર્દીઓએ  લાભ લીધો હતો.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.