નદીમાં ક્રૂઝમાં તરતાં ભોજનની મઝા માણવી છે, તો પહોંચી જાવ અહીં
આ કિંમતે અમદાવાદ રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ રેસ્ટોરેન્ટમાં જમવાની મઝા માણી શકાશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રિવરફ્રન્ટમાં ફ્લોટિંગ રેસ્ટોરેન્ટ શરૂ કરાવીઃ ૧૫ કરોડના ખર્ચે બનેલી છે ક્રૂઝ
(એજન્સી)અમદાવાદ, આજે અમદાવાદીઓને સૌથી મોટી ભેટ મળી છે. રિવરફ્રન્ટ પર ક્રૂઝની સવારીના ઈન્તેજારીનો અંત આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રિવરફ્રન્ટમાં ફ્લોટિંગ રેસ્ટોરેન્ટ શરૂ કરાવી છે.
હવેથી ૧૫ કરોડના ખર્ચે બનેલી ક્રૂઝ આજથી અમદાવાદમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ક્રુઝમાં પ્રત્યેક વ્યક્તિ દીઠ ડિનરના ૨૫૦૦ રૂપિયા અને લંચના ૨૦૦૦ ભાવ નક્કી કરાયા છે. લગભગ ૧.૫ કલાક સુધી ક્રુઝની મજા માણી શકાશે. તેમજ સામાજિક પ્રસંગોની પણ ઉજવણી માટે તેને બુક કરી શકાશે.
અમદાવાદના ગરિમામય ઈતિહાસને આગળ ધપાવતા આજે રૂપિયા ૧૫ કરોડના ખર્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા સાબરમતી રીવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લી .દ્વારા પબ્લિક પ્રાઈવેટ પાર્ટનર શીપ અંતર્ગત “અક્ષર રીવર ક્રુઝ”નો શુભારંભ સાબરમતી રીવરફ્રન્ટ ખાતે કરાયો છે.
આ નવીન અને આધુનિક આકર્ષણ નગરજનો તથા પ્રવાસીઓને સાબરમતીની સુંદરતા વધુ નજીકથી નિહાળવાનો અવસર પ્રદાન કરવાની સાથે અમદાવાદના વ્યંજનોના સ્વાદથી પરિચિત કરાવશે. તથા અમદાવાદના પર્યટન ક્ષેત્રને પણ વેગ પ્રાપ્ત થશે.
સાબરમતી રીવરફ્રન્ટની સુંદરતામાં અભિવૃદ્ધિ કરતા આ નવીનત્તમ આકર્ષણનું લોકાર્પણ અમિત શાહ દ્વારા વર્ચ્યુઅલ કરાવાયુ હતું. અમિત શાહે આ ઉદઘાટન પ્રસંગે કહ્યું કે, આજે અમદાવાદીઓને નવું નજરાણું ગુજરાત સરકાર અને છસ્ઝ્ર આપી રહ્યાં છે તેમને હું અભિનંદન પાઠવું છું.
રિવરફ્રન્ટ જ્યાં સુધી ન બન્યું ત્યાં સુધી નદી કોઈએ જાેઈ જ ન હતી. નદીની જગ્યાએ ગંદકી અને નાના ખાબોચિયા હતા. પ્રધાનમંત્રી જ્યારે મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે સપનું જાેયું. નદીના કારણે પાણીના સ્તર તો ઉંચા આવ્યા જ, પણ મોર્નિંગ વૉક કરવા, બાળકો, યુવાનો વૃદ્ધોને તેમજ સામાજિક ગતિવિધિઓ માટેનું મધ્યમ બન્યું છે.
આ ક્રુઝ અમ્દાવાદ માટે એક નવું નજરાણું બનવાનું છે. ભારતમાં તૈયાર થયેલી આ પ્રથમ વખત મેટાલિક ક્રુઝ છે. ટુરિઝમને વધારનારી આ ક્રુઝ અમદાવાદીઓ જરૂર માણશે. જેને ૧૮૦ લાઈવ જેકેટ્સ અને ઇમરજન્સી રેસ્ક્યુ બોટ્સ સાથે તેની ડિઝાઇન કરવામાં આવી છે.
ભદ્ર પ્લાઝા, અને હવે ગાંધી આશ્રમ ડેવલોપ થઇ રહ્યું છે. આ પ્લાનિંગ અને વિઝન નરેન્દ્ર મોદીનું હતું. વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ પણ આપણે ત્યાં છે. ગુજરાતના ટુરિઝમને આગળ વધારવા માટે નરેન્દ્ર મોદીએ પ્રયાસ કર્યો છે. આજે હું અમદાવાદના નગરજનોને અભિનંદન પાઠવું છું. મને દૂરથી તમારાથી વાત કરું છું પણ મારા મનમાં નિશ્ચિત આયોજન છે કે, રાત્રે મારા અમદાવાદીઓ સાથે ક્રુઝમાં ભોજન લઈશ.