Western Times News

Gujarati News

ખાધતેલના ભાવે લોકોને દઝાડયા: દાળવડાંની લીજજત માણવી મોંઘી પડશે

Food Oil become expensive-dalwada price hike

સીગતેલના ડબ્બાનો ભાવ રૂા.ર૮૦૦ની ઉપર જતા મધ્યમવર્ગની કમર તૂટી

(એજન્સી)અમદાવાદ, ગુજરાત સહીીત દેશભરમાં ચોમાસુ દસ્તક દઈ રહયું છે. ખાસ કરીને વરસાદ પડે છે. અને તરત જ સ્વાદપ્રિય ગુજરાતી ચોમાસામાં તૈયાર મળતાં દાળવડાં, ભજીયા, કચોરી, સમોસાં ગાંઠીયાની લીજજત માણવા નીકળી પડે છે.

કયાંક આ ગરમાગરમ નાસ્તા ઘરે ઘરે પણ બનતા હોય છે. આ દરેક વસ્તુ બકનાવવા માટે તેલનો વપરાશ વધી જતો હોય છે. પરીણામે ખરીદીનું પ્રમાણ વધતું રહે છે. હવે ખરીદી નીકળે તે પૂર્વે જ ચોમાસામાં ખાધતેલમાં ભાવ ફરી એક વખત લોકોને દઝાડી રહયા છે.

ગઈકાલે સીંગતેલ ડબાના ભાવે રૂ.ર૮૦૦ની સપાટી કદાવી હતી અને ભાવ વરૂા.ર૮ર૦નો થયો હતો. જેના કારણે મધ્યમવર્ગની કમર રીતસર તુટી ગઈ છે. સીગતેલની સાથે સાથે અન્ય સાઈડ તેલમાં પણ ભાવવધારો જાેવા મળ્યો હતો. ખાધતેલમાં ૧૦ દિવસ પહેલાં તેજી-મંદી બંને જાેવા મળી રહી હતી. પરંતુ છેલ્લા બે ત્રણ દિવસથી ભાવ વધવાનું પાછું શરૂ થયું છે. છેલ્લા ત્રણ દિવસ દરમ્યાન સીગતેલ કપાસીયા અને પામોલીનમાં રૂ.ર૦ નો ભાવવધારો થયો છે.

જાેકે વરસાદી સીઝનમાં જણસીની આવક પણ પ્રભાવીત થશે. આ વખતે જીરુંનો ભાવ રેકોડબ્રેક સપાટીઅીે પહોચ્યો છે. સોમવારે ભાવવધારો આવતાં ભાવની સપાટી રૂા.૧ર,૦૦૦એ પહોચી છે. જયારે મગફળીનો ભાવ રૂા.૧૬ર૭ રહયો હતો. ધીમે ધીમે નવી મગફળીનીી આવક વધશે તેમ વેપારીઓ જણાવી રહયા છે.

ગઈકાલે સીગતેલના ડબાદીઠ ભાવરૂ.ર,૭૭પ થી રૂા.ર,૮રપ હરશયા છે. કપાસીીયા તેલના ભાવ રૂા.૧,૬૪પમા થી રૂા.૧,૬૯પ છે. પામોલીન તેલના ભાવ રૂા.૧,૪ર૦થી રૂા.૧,૪રપ છે. અને સરસવ તેલના ભાવ રૂા.૧,પ૮૦થી રૂા.૧,૬૦૦ છે. જયારે રૂા.૧,પ૦૦થી રૂા.૧,પ૩૦ છે. વનસ્પતી ઘીના ભાવ રૂ. ૧,પપ૦ થી રૂા.૧,૬૦૦ છે. કોપરેલના ભાવ રૂા.ર,૩૪૦થી રૂા.ર,૩૮૦ અને દીવેલના ભાવ રૂા.ર,૦૪૦થી રૂા.ર,૦પ૦ રહયા છે.

ગૃહિણીઓ માટે રાહતના સમાચાર એ હતા કે મે માસ એટલે કે ગત માસે સીગતેલમાં ભાવમાં પ૦ રૂપિયાનો ઘટાડો નોધાયો હતો. સીગતેલના ૧પ કિલો ડબાનો ભાવ રૂા.ર,૭પ૦ રહયો હતો. જયારે કપાસીયા તેલના ડબાનો ભાવ રૂા.૧,પર૦ સુધી પહોચયો હતો. ગત વર્ષે પણ આ સીઝનમાં સીગતેલ અને કપાસીયા તેલના ભાવ સરખા હતા.

જયારે આ વર્ષે કપાસીયા તેલ કરતાં સીગતેલના ભાવમાં એક હજાર રૂપ્યિાનોો વધારો થયો છે. ગત માસમાં એક અઠવાડીયામાં જ પ૦ રૂપિયાનો ઘટાડો થયો હતો. બજારમાં મંદી અને સાથે જ અન્ય તેલીબીયાંના ભાવમાં ઘટાડો થયો હોવાના કારણે વેપારીઓએ તેલના ભાવમાં ઘટાડો થયો હોવાનું જણાવ્યું હતું.

હવે ચોમાસાની સીઝનમાં ફરી સીગતેલની ખરીદી વધી રહી છે. એટલું જ નહી તહેવારોની સીઝન અને વ્રતનો મહીનો તથા અધિક મહીનો પણ નજીક આવી રહયા છે. આમ તહેવારો પુર્વે જ તેલના ભાવમાં ફરી વધારો થતાં ગૃહિણી નારાજ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.