Western Times News

Gujarati News

સ્વિટઝરલેન્ડ સુધી પહોંચી ફ્રાન્સના તોફાનોની આગ

બર્લિન,  ફ્રાન્સના તોફાનોની આગ સ્વિટઝરલેન્ડના લુસા સુધી પહોંચી ગઈ છે. જયાં કેટલીક દુકાનો પર પથ્થરમારા અને પેટ્રોલબોમ્બ ફેંકાયા હતા જેમાં પોલીસે સાત લોકોની અટકાયત કરી હતી. આ અટકાયતમાં મોટાભાગના કિશોર છે. પોલીસના જણાવ્યા અનુસાર પશ્ચિમ સ્વિટઝરલેન્ડના ફ્રેન્ચ ભાષી લુસાનેના મધ્ય વિસ્તારમાં શનિવારે સાંજે 100થી વધુ લોકો એકત્ર થઈ ગયા હતા.

પેરિસના ઉપનગરમાં 17 વર્ષના એક કિશોરનું પોલીસ ગોળીબારમાં મોત થયા બાદ થયેલી હિંસા એ ફ્રાંસને હચમચાવી નાખ્યુ છે, જેની આગ સ્વિટઝરલેન્ડના લુસા સુધી પહોંચી છે. 15થી17 વર્ષના કિશોરો દ્વારા પથ્થરમારો અને પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા.

જેમાં દુકાનોના કોચ તૂટયા હતા અને દરવાજાને નુકશાન થયુ હતું. અટકાયત કરેલ 6 સગીરોમાંથી 3 છોકરીઓ અને 3 છોકરાઓ છે. તેઓ પોર્ટુગલ, સોમાલિયા, બોસ્નીયા, સ્વિટઝરલેન્ડ, જોર્જીયા અને સર્બિયાના નાગરિક છે. આ ઉપરાંત પોલીસે 24 વર્ષના એક સ્વિટઝરલેન્ડ નાગરિકની પણ અટકાયત કરી છે. ફ્રાન્સમાં પોલીસના ગોળીબારમાં કિશોરના મોત બાદ હિંસા ફેલાય છે.

જેમાં અત્યાર સુધીમાં 3000 લોકોની અટકાયત કરી છે. પ્રદર્શનકારીઓએ સળગતી કાર મેયરના ઘર સાથે અથડાવી હતી. મેયરના ઘર પર હુમલામાં તેમના પત્ની અને બાળકો ઘાયલ થયા હતા. આ પરીસ્થિતિને પગલે મેયરએ હિંસાને અસ્વીકાર્ય જણાવતા ઈમરજન્સી લાગુ કરવા સરકારને આગ્રહ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.