Western Times News

Gujarati News

રોકેટ્રીઃ ધ નંબી ઈફેક્ટ’ની રિલીઝને વર્ષ પૂરું થતાં ક્રૂ મેમ્બર્સને ગિફ્ટ આપી મોંઘી ઘડિયાળ

મુંબઈ, બોલિવૂડ સહિત ભારતના જાણીતા એક્ટર આર માધવનની ફિલ્મ રોકેટ્રીઃ ધ નંબી ઈફેક્ટની રિલીઝને એક વર્ષ પૂરું થયું છે. ત્યારે ‘રોકેટ્રીઃ ધ નંબી ઈફેક્ટ’ની રિલીઝને એક વર્ષ પૂરું થતાં આ ફિલ્મના મેકર્સે ફિલ્મની ટીમના સભ્યોને ઘડિયાળ ગિફ્ટ આપી છે. ‘રોકેટ્રીઃ ધ નંબી ઈફેક્ટ’ ફિલ્મના મેકર્સે ટીમ મેમ્બર્સને લગ્ઝરી ઘડિયાળ ગિફ્ટ આપી છે.

આ ફિલ્મ આજથી ૧ વર્ષ પહેલા તારીખ ૧ જુલાઈએ રિલીઝ થઈ હતી. જે વૈજ્ઞાનિક નંબી નારાયણનને અર્પિત હતી. ફિલ્મના પ્રમોશન માટે આજથી વર્ષ પહેલા અમદાવાદ આવેલા એક્ટર આર. માધવને કહ્યું હતું કે આ ફિલ્મમાં દેશના જાણીતા ઈસરોના વૈજ્ઞાનિક અને એરોસ્પેસ એન્જિનિયર નંબી નારાયણનના જીવન સંઘર્ષની કહાણી છે. જેઓ જાસૂસી કેસમાં ફસાયા હતા અને ઘણાં વર્ષો સુધી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો.

ત્યારે આવું કોઈપણ દેશના વૈજ્ઞાનિક સાથે ના થાય તેમજ આ ફિલ્મમાં નારાયણનને ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે. નંબી નારાયણન સહિત દેશનાં ઘણા એવા મહાન વ્યક્તિઓ છે કે જેમણે દેશ માટે ઘણું આપ્યું છે.

‘કોઇપણ દેશ મહાન નથી બની શકતો કે જ્યાં સુધી દેશને મહાન બનાવવાવાળાની કદર કરવામાં ના આવે’. આ લાઇનમાંથી પ્રેરણા મેળવી તેમણે રોકેટ્રી ફિલ્મનું નિર્માણ કર્યું હતું. અહીં નોંધનીય છે કે બોલિવૂડ ફિલ્મ અભિનેતા આર. માધવનની ફિલ્મ ‘રોકેટ્રી ઃધ નંબી ઈફેક્ટ’એ દર્શકો પર ઊંડી અસર છોડી હતી.

ફિલ્મે ધીરે ધીરે ગતિ પકડી અને લોકોને ખૂબ પસંદ આવી હતી. આ ફિલ્મ રોકેટ્રી ગત વર્ષે મોટા પડદા પર રિલીઝ થઈ હતી. રિપોર્ટ્‌સ અનુસાર આ ફિલ્મનું બજેટ ૨૦ કરોડ જણાવવામાં આવી રહ્યું હતું. ઈસરોના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક નંબી નારાયણનના જીવન પર આધારિત આ ફિલ્મ OTT પર રિલીઝ થઈ ગઈ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.