Western Times News

Gujarati News

દેવગઢ બારીઆ નગરપાલિકા કચેરી ખાતે સ્વચ્છતા સર્વેક્ષણ-2020 નો કાર્યક્રમ યોજાયો

દાહોદ:દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરપાલિકામાં  સર્વેક્ષણ- 2020 અંતર્ગત ગુજરાત અર્બન લાવઈલીહૂડ મિશન અંતર્ગત નોંધાયેલ 24 સ્વસહાય જૂથોના પ્રમુખ મંત્રી અને સભ્યો હાજર રહ્યા તેવોને સ્વચ્છ ગ્રાહી કાર્ડ, કેલેન્ડર અને સ્વચ્છતા લગતા પેમ્પલેટ આપવામાં આવ્યા  અને સ્વચ્છા ગ્રાહી બહેનો પોતાને ફાળવેલ વિસ્તારમાં ઘરે ઘરે જઈ લીલા કચરાને લીલા રંગની કચરા પેટીમાં અને સૂકા કચરાને વાદળી રંગની કચરા પેટીમાં નાખવા અને પ્લાસ્ટિકનો સદંતર ઉપયોગ બંધ કરવા વિશે લોકોને સમજાવી લોક જાગૃતિ લાવા આજ રોજ દેવગઢ બારીઆ નગરપાલિકા કચેરી ખાતે આરોગ્ય શાખાના સેનીટરી ઇન્સ્પેક્ટર અનુરાજસિંહ પુવાર, મદદનીશ ઈજનેર કેતનભાઈ રાવલ અને શહેરી આજીવિકાના કોમ્યુનીટી ઓર્ગેનાઈઝર રવિન્દ્રસિંહ રાઠોડ ઘ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં નગરપાલિકા પ્રમુખશ્રી ફારૂકભાઈ જેથરા, ચીફ ઓફિસશ્રી કે.પી પરમાર, નગર અગ્રણી અને દિવ્ય ભાસ્કર પત્રકાર નીલ ભાઈ સોની, સદસ્યશ્રી ઈકબાલભાઈ પટેલ હજાર રહ્યા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.