Western Times News

Gujarati News

ન્યુયોર્ક ટાઈમ્સ મોદી અને ભારતની સ્પેસ ટેક્નોલોજી પર ઓળઘોળ

નવી દિલ્હી, અમેરિકાના પ્રખ્યાત અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સે ભારતના અવકાશ કાર્યક્રમોના બે મોઢે વખાણ કર્યા છે. સાથે જ અખબારે પીએમ મોદીની પણ ભારોભાર પ્રસંશા કરી છે. ન્યૂયોર્ક ટાઈમ્સે લખ્યું છે કે, ભારતમાં હાલમાં લગભગ ૧૪૦ નોંધાયેલા સ્પેસટેક સ્ટાર્ટઅપ્સ છે. New York Times on Modi and India’s Space Technology

આ સ્ટાર્ટ-અપ્સ સંકેત આપી રહ્યા છે કે, ભારત આ ક્ષેત્રમાં મોટું પરિવર્તન લાવી કરી શકે છે. ભારત ટૂંક સમયમાં સ્પેસ પ્રોગ્રામમાં ચીનને ટક્કર આપી શકે છે. ધ ન્યૂ યોર્ક ટાઈમ્સે લખ્યું છે કે, જ્યારે ભારતે ૧૯૬૩માં પ્રથમ વખત તેનું રોકેટ લોન્ચ કર્યું ત્યારે તે વિશ્વની સૌથી અત્યાધુનિક ટેકનોલોજીનો પીછો કરતો સૌથી ગરીબ દેશ હતો. ત્યારે રોકેટના ભાગને સાયકલ પર લોન્ચ પેડ પર લઈ જવામાં આવ્યો અને પૃથ્વીથી ૧૨૪ માઈલ દૂર અવકાશમાં સફળતાપૂર્વક મૂકવામાં આવ્યો હતો.

અખબાર આગળ લખે છે કે, આ તે સમય હતો જ્યારે ભારત રશિયા અને અમેરિકા વચ્ચે સંતુલન સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. આજની અવકાશી દોડમાં ભારતે ઘણી તાકાત મેળવી લીધી છે. ધ સરપ્રાઈઝિંગ સ્ટ્રાઈવર ઈન ધ વર્લ્ડસ સ્પેસ બિઝનેસ નામના લેખમાં અખબારે જણાવ્યું હતું કે, ભારતમાં સ્ટાર્ટઅપનો વિકાસ વિસ્ફોટક રહ્યો છે અને તેમની પાસે વિશાળ બજાર છે.

અખબારે ભારતના વખાણ કરતા લખ્યું હતું કે, કોરોના પહેલા ભારતમાં સ્પેસ ટેક સેક્ટરમાં માંડ ૫ સ્ટાર્ટઅપ હતા.જ્યારે આજે આશ્ચર્યજનક રીતે તેની સંખ્યા ૧૪૦ને સ્પર્શી ગઈ છે. એનવાયટીએ લખ્યું છે કે, પીએમ મોદી અને બાઈડેન તાજેતરમાં મળ્યા હતા. જેમાં અમેરિકન અને ભારતીય ખાનગી ક્ષેત્રો વચ્ચે વ્યાપારી સહયોગ વધારવાની હાકલ કરવામાં આવી હતી. આ દરમિયાન અંતરિક્ષના તમામ ક્ષેત્રો સુધી પહોંચવા માટે બંને દેશો વચ્ચે સહયોગ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

ઈસરોએ પ્રથમ ૩ દાયકામાં દેશને ગૌરવ અપાવ્યું હતું. ૯૦ના દાયકામાં એક સમય એવો આવ્યો જ્યારે ભારતે સ્પેસ સેક્ટરમાંથી ધ્યાન હટાવી લીધું હતું. પરંતુ જૂન ૨૦૨૦માં સ્પેસ સેક્ટર પર ભાર મૂકવાની પીએમ મોદીની જાહેરાત બાદ હવે ભારતમાં સ્પેસ બિઝનેસ બદલાઈ ગયો છે. જૂન ૨૦૨૦ પછી અવકાશ ક્ષેત્રને તમામ પ્રકારના ખાનગી સાહસો માટે ખોલવામાં આવ્યું હતું.

અમેરિકન અખબાર લખે છે કે, સ્પેસ ટેક્નોલોજી હવે ખાનગી એન્ટરપ્રાઈઝ દ્વારા વધુ ચલાવવામાં આવે છે અને વિશાળ સરકારી બજેટ કરતાં નાના પાયે વ્યાપારી હેતુઓ પૂરી પાડે છે.

ભારતમાં ઘણા વિસ્તારોમાં તેનો ઉપયોગ વધ્યો છે તે આશ્ચર્ય છે. ઇમેજિંગ સિસ્ટમ્સ ગ્રહ વિશેની માહિતીને પૃથ્વી પર પાછા મોકલે છે, જે ભારતના ખેડૂતોને તેમના પાકનો વીમો લેવામાં મદદ કરે છે અથવા તેમના માછીમારોને માછલી પકડવામાં મદદ કરે છે. ઉપગ્રહો દેશના દૂરના ખૂણે ફોન સિગ્નલ લાવે છે અને સોલાર ફાર્મને ભારતના મેગાસિટીથી દૂર કાર્યરત કરવામાં મદદ કરે છે. અખબાર લખે છે કે ગયા વર્ષે, સ્પેસ સ્ટાર્ટ-અપ્સે નવા રોકાણોમાં ઇં૧૨૦ મિલિયન એકત્ર કર્યા હતા.

જે અપેક્ષા કરતાં ઘણું વધારે છે. લગભગ ૯૫ ટકાના સફળતા દર સાથે ૈંજીઇર્ંએ ઉપગ્રહ માટે વીમાની કિંમત અડધી કરી દીધી છે. આ જ કારણ છે કે, ભારત વિશ્વમાં સૌથી વધુ સ્પર્ધાત્મક લોન્ચિંગ સાઇટ્‌સમાંનું એક બની ગયું છે. એનવાયટી લેખમાં હૈદરાબાદ સ્થિત ‘સ્કાયરૂટ એરોસ્પેસ’ અને એરોસ્પેસ ઉત્પાદક ‘ધ્રુવ સ્પેસ’નો પણ ઉલ્લેખ છે. ધ્રુવ સ્પેસ એ ઉપગ્રહ પ્રોજેક્ટ કરનાર ભારતમાં પ્રથમ સ્પેસ સ્ટાર્ટ-અપ છે. આ કંપનીઓ અદ્ભુત કામ કરી રહી છે.

બંને કંપનીઓ મળીને ભારતના સ્પેસ બિઝનેસમાં ૮ ટકા યોગદાન આપે છે. તે બેંગલુરુ સ્થિત સ્ટાર્ટ-અપ પિક્સેલનો પણ ઉલ્લેખ કરે છે, જેણે પેન્ટાગોન સાથે કામ કરતી ગુપ્તચર એજન્સી સાથે જાેડાણ કર્યું છે”. તેના સહ-સ્થાપક અવૈસ અહેમદ અને ક્ષિતિજ ખંડેલવાલ છે.

ઈસરોએ બેંગ્લોર, હૈદરાબાદ, પુણે અને અન્ય સ્થળોએ લગભગ ૪૦૦ ખાનગી કંપનીઓ બનાવી છે. દરેક કંપની તેના પોતાના ક્ષેત્રમાં નિષ્ણાત છે. તે જગ્યા માટે વિશિષ્ટ સ્ક્રૂ, સીલંટ અને અન્ય ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે. અખબારે કહ્યું હતું કે, ભારતમાં સસ્તા અને સારા એન્જિનિયરો વિપુલ પ્રમાણમાં છે.

પરંતુ તેમનો ઓછો પગાર એકલા સ્પર્ધાને હરાવી શકતો નથી. આ કારણે જીાઅિર્ર્ં જેવી ભારતીય કંપની વિશેષ સેવાઓ પર વધુ ધ્યાન આપી રહી છે. સ્કાય રૂટ એરોસ્પેસના સહ-સ્થાપક અને સીઈઓ પવન કુમાર ચંદનાએ આ દાયકામાં ૩૦,૦૦૦ સેટેલાઇટ લોન્ચ કરવાની વૈશ્વિક જરૂરિયાતનો અંદાજ મૂક્યો છે.

તેઓ કહે છે કે, અમે એક કેબ જેવા છીએ, જે નાના પેલોડ માટે વધુ ચાર્જ કરે છે. જ્યારે ઈલોન મસ્કનું સ્પેસ એક્સ ટ્રેન અથવા બસનું કામ કરે છે. તેઓ તેમના તમામ મુસાફરોને ઉપાડીને તેમના ગંતવ્ય સ્થાન પર લઈ જાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.