Western Times News

Gujarati News

આજે પણ લોકો મને મારા પાત્ર મોહિની માટે મેસેજ કરે છે: નિધિ શાહ

નેરુરકરે અનુપમાની નિધિ શાહની એક્ટિંગના કર્યા વખાણ-જાે તમને યાદ હોય તો શોમાં ઘણા સારા એક્ટર્સ હતા, એક્ટર તરીકેની મારી ટ્રેનિંગ “ક્યૂંકિ સાસ ભી કભી બહુ થી’ના સેટ પરથી શરૂ થઈ હતી

મુંબઈ,  એકતા કપૂર દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવેલી ક્યૂંકિ સાસ ભી કભી બહુ થી પહેલી તેવી સીરિયલ હતી જેણે સાસુ-વહુના હાઈવોલ્ટેજ ડ્રામાને ઈન્ડિયન ટેલિવિઝન પર રજૂ કર્યો હતો. આ સીરિયલને ૨૩ વર્ષ જેટલો સમય થઈ ગયો છે પરંતુ તેના એક-એક પાત્ર આજે પણ દર્શકોને યાદ છે.

છેલ્લે અનુપમા સીરિયલમાં રાખી દવેના રોલમાં જાેવા મળેલી તસનીમ નેરુરકર પણ આ શોનો ભાગ હતી અને તે મોહિનીના રોલમાં હતા. ટીવી સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં તેણે શોના સમયને યાદ કર્યો હતો અને તે તેના માટે એક્ટિંગ સ્કૂલ સાબિત થઈ હોવાનું કહ્યું હતું. અત્યારસુધીમાં મારા કોઈ રોલને સૌથી વધારે પ્રેમ મળ્યો હોય તો તે મોહિની હતું.

ઘણા લોકો મને મેસેજ કરીને કહે છે કે, હું હજી પણ એવી જ લાગું છું. ‘ક્યૂંકિ…’ના મારા ટાઈમને મેં ખૂબ એન્જાેય કર્યો હતો. એ સમય એવો હતો જ્યારે લોકો તમને તમારા રિયલ નામ નહીં પરંતુ રોલના નામથી યાદ રાખતા હતા. જાે તમને યાદ હોય તો શોમાં ઘણા સારા એક્ટર્સ હતા.

એક્ટર તરીકેની મારી ટ્રેનિંગ ‘ક્યૂંકિ સાસ ભી કભી બહુ થી’ના સેટ પરથી શરૂ થઈ હતી. ત્યાં મને એક્ટિંગ કરતા શીખવવામાં આવી હતી, મારા કો-એક્ટર્સે મને પાત્રમાં કેવી રીતે ઊંડા ઉતરવું તે શીખવ્યું હતું. આ શો મને ગંભીર એક્ટર બનતા શીખવ્યું હતું. ક્યૂંકિ સાસ ભી કભી બહુ થી’માંથી મને ઘણા મોટા મોનોલોગ શીખવા મળ્યા હતા. એક્ટર તરીકે હું પોલિશ થઈ હતી કારણ કે મેં આ શોમાં કામ કર્યું હતું.

હું ઓબ્ઝર્વર બની ગઈ છું, તમે ક્યારેય પણ મને સેટ પર ગપ્પા મારતા નહીં જુએ. હું હંમેશા મારી સ્ક્રિપ્ટ સાથે હોવ છું અને ઓબ્ઝર્વ કરું છું. હું મારા રોલ વિશે વિચારતી રહું છું. શોનો દરેક એક્ટર તેમાંથી કંઈકનું કંઈક શીખ્યો હતો. કરિયરમાં મને સૌથી મોટા શોનો ભાગ બનવાની તક આપી તે માટે બાલાજીની આભારી છું.

હું હજી પણ ‘ક્યૂંકિ’ની ટીમ સાથે સંપર્કમાં છું. અર્પરા મહેતા, સ્મૃતિ ઈરાની, સુધાજી, શિલ્પા, ગૌરી અને રીવા સાથે મારે વાત થતી રહે છે. રોનિત રોય સાથે મારું બોન્ડિંગ વધારે સ્પેશિયલ છે, તે મારો ભાઈ છે. અમે ઘણા વર્ષ સેટ પર સાથે વિતાવ્યા હોવાથી મોટો પરિવાર જેવું છે. અમે એકબીજા સાથે નિયમિત વાતો કરીએ છીએ.

રિયુનિયન વિશે પ્લાન કરીએ છીએ. અનુપમાની યંગ જનરેશનમાં હું સારું કરવા માટેની એ જ ભૂખ જાેઉ છું. કિંજલ ઉર્ફે નિધિ શાહે પોતાને ઘણી ઈમ્પ્રૂવ કરી છે. શો જાેઈન કર્યાના પહેલા દિવસથી બાળકો કેટલા વિકસિત થયા છે તે હું ઓબ્ઝર્વ કરતી રહું છું. નિધિ લાંબા મોનોલોગ પણ કોન્ફિડન્સ સાથે બોલી લે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.