Western Times News

Gujarati News

“લસ્ટ સ્ટોરીઝ ૨” માં તમન્ના અને વિજય વચ્ચે કેટલાંક અતરંગ દ્રશ્યો

આ એક પારિવારિક ફિલ્મ છે, જે તમે તમારા પરિવાર સાથે બેસીને જાેઈ શકો છો અને બાળકો સાથે પણ જાેઈ શકો છો

મંુબઈ,  ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સની સૌથી લોકપ્રિય ફિલ્મ લસ્ટ સ્ટોરીઝ ૨ની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. જેમાં એક્ટર અંગદ બેદી અને મૃણાલ ઠાકુરની વાર્તા લોકોને ખૂબ પસંદ આવી રહી છે અને અંગદે પોતે પણ આ વાત કહી છે.

એક્ટર અંગદ બેદીએ કહ્યું કે “લસ્ટ સ્ટોરીઝ ૨”માં સૌથી સારી સ્ટોરી અમારી છે. આ વાત હું નહીં પણ દર્શકો કહી રહ્યા છે. લસ્ટ સ્ટોરીઝ ૨માં પોતાની વાર્તા વિશે વાત કરતા એક્ટરે જણાવ્યું કે, અમારી પાસે એક એવી સ્ટોરી છે, જેને તમે લસ્ટ કરતાં પણ વધુ લવસ્ટોરી કહી શકો.

આ એક પારિવારિક ફિલ્મ છે, જે તમે તમારા પરિવાર સાથે બેસીને જાેઈ શકો છો અને બાળકો સાથે પણ જાેઈ શકો છો. આ એક પારિવારિક લસ્ટની વાર્તા છે, તમે તેને તમારા માતા-પિતા અને બાળકો સાથે બેસીને જાેઈ શકો છો. જેમાં એક દાદીનું પાત્ર છે જે ઘણું અલગ છે. તમે તેને ફેમિલી ડ્રામા પણ કહી શકો છો.

લસ્ટ સીન્સને શૂટ કરતી વખતે સેટ પર કેવો માહોલ હોય છે તેના વિશે વાત કરતા એક્ટર અંગદ બેદીએ જણાવ્યું કે, આવા સીન શૂટ કરવા માટે પહેલા એક ઈન્ટીમસી કોચ અને મેકર્સ તરફથી એક-બે લોકો હોય છે. બાકીના લોકોને તે રૂમ કે સેટમાંથી બહાર મોકલી દેવામાં આવે છે, જેથી કોઈને અજીબ ન લાગે.

જ્યારે આ ફિલ્મની સ્ટારકાસ્ટ વિશે વાત કરતા એક્ટરે જણાવ્યું કે, જ્યારે મને ખબર પડી કે ફિલ્મમાં નીના ગુપ્તા અને મૃણાલ છે, ત્યારે આવા કલાકારોને જાેઈને તમારામાંથી સારું કામ આપોઆપ બહાર આવે છે અને હું મૃણાલને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક માનું છું.

મેકર વિશે વાત કરતા જણાવ્યું કે, સૌ પ્રથમ તો આ ફિલ્મ બાલ્કી સર લાવ્યા હતા અને તેમની સિનેમા જાેવાની રીત ખૂબ જ અલગ છે, જેના બધા ચાહકો છે. ક્યાંક ને ક્યાંક હું પણ તેમને ખૂબ પસંદ કરું છું અને લોકોની વાર્તાઓને અલગ રીતે રજૂ કરવાનું તેમનું કામ છે. તેમણે મને કહ્યું કે જાે ૫ દિવસ ફ્રી છે તો ચાલો એક સૂટ ટ્રાય કરીએ.

મેં વિચાર્યા વિના હા પાડી કારણ કે હું જાણું છું કે તે કઈ પ્રકારની ફિલ્મો બનાવે છે. અત્યારે મને રોમાન્સ પસંદ છે. મેં ઘણો રોમાન્સ જાેયો છે અને લોકોએ મને બીજા ઘણા અવતારમાં જાેયો છે, તેથી હું રોમેન્ટિક ફિલ્મમાં દેખાઈશ અને મારી આવનારી ફિલ્મ પણ રોમેન્ટિક છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.