Western Times News

Gujarati News

ગ્રાન્ટેડ શાળાઓમાં પ૧૦૬ શિક્ષણ સહાયકોની  ભરતી પ્રક્રિયા તા.૧પ જાન્યુઆરી ૨૦૨૦થી હાથ ધરાશે

રાજયની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી પ્રક્રિયાના તબકકા અને કાર્યવાહી અંગેની સુચિત તારીખ જાહેર કરાઇ

ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં ૧૯૧૩ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૩૧૯૩ મળી કૂલ પ૧૦૬ શિક્ષણ સહાયકોની ભરતી પ્રક્રિયા સંભવતઃ તા.૧પ-૦૧-ર૦ર૦ થી હાથ ધરવામાં આવશે.

રાજયની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી પ્રક્રિયાના તબકકા અને કાર્યવાહી અંગેની સુચિત તારીખો જાહેર કરાઇ છે. જે મુજબ ઉમેદવારો તા.૦૮-૧ર-ર૦૧૯ સુધી ઓનલાઇન અરજી પત્રકોમાં સુધારા કરી શકશે. ઉમેદવારોએ ભરેલી વિગતોના આધારે પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ-૧ (PML-1) તા.૧ર-૧ર-ર૦૧૯ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવશે. (PML-1)માં સમાવેશ પામેલા ઉમેદવારોના ડોકયુમેન્ટ વેરીફીકેશનની પ્રક્રિયા તા.૧૭-૧ર-ર૦૧૯ ના રોજ હાથ ધરાશે.

ડોકયુમેન્ટ વેરીફીકેશનના આધારે પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ-ર (PML-2) તા.ર૦-૧ર-ર૦૧૯ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવશે. મેરીટ બાબતે ઉમેદવારોને જો કોઇ વાંધા હોય તો વાંધા અરજીઓ તા.ર૭-૧ર-ર૦૧૯ સુધી કરી શકાશે. વાંધા અરજીઓના આધારે ઉપલબ્ધ જગ્યાઓ મુજબ વિષયવાર અને કેટેગરીવાર પસંદગી યાદી અને જગ્યાઓના ર૦ ટકા મુજબ તા.૩૦-૧ર-ર૦૧૯ સુધી વેઇટીંગ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.

પસંદગી યાદીમાં સમાવેશ પામેલા ઉમેદવારોની ઓનલાઇન સ્થળ પસંદગી પ્રક્રિયા તા.૩૧-૧ર-ર૦૧૯ થી તા.૦પ-૦૧-ર૦ર૦ સુધી હાથ ધરવામાં આવશે. તા.૦૭-૦૧-ર૦ર૦ના રોજ ઉમેદવારોને સ્થળ પસંદગી મુજબના સ્થળ માટે ભલામણ પત્ર આપવામાં આવશે. ભલામણ પત્ર મેળવેલ ઉમેદવારોએ નિમણૂંક હુકમ માટે સંબંધિત જીલ્લા શિક્ષણાધિકારીનો તા.૧૦-૦૧-ર૦ર૦ સુધીમાં સંપર્ક કરી નિમણૂંક હુકમ મેળવવાનો રહેશે. નિમણૂંક હુકમ મેળવેલ ઉમેદવારોએ સંબંધિત શાળામાં દિન-૦૭માં હાજર થવાનું રહેશે તેમ શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.