Western Times News

Gujarati News

બધાઈ હો એક્ટર ગજરાજ રાવે કહ્યું ૨૫ વર્ષ સંઘર્ષ કર્યો છે

મુંબઈ, બોલિવૂડ એક્ટર ગજરાજ રાવ ૨૯ વર્ષથી એક્ટિંગ કરે છે. તેમણે ૧૯૯૪માં ફિલ્મ ‘બેન્ડિટ ક્વીન’થી અભિનયની શરૂઆત કરી હતી. પરંતુ અભિનેતાને લાંબા સમય પછી નામ અને ખ્યાતિ મળી છે. વર્ષ ૨૦૧૮માં આવેલી ફિલ્મ ‘બધાઈ હો’એ ગજરાજ રાવને રાતોરાત ચર્ચામાં લાવી દીધા હતા.

પરંતુ અહીં સુધી પહોંચવા માટે અભિનેતાને ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે, ભૂખ્યા પેટે સૂવું પડ્યું અને ગાળો પણ સાંભળવી પડી છે. તેથી ગજરાજ રાવે નક્કી કર્યું છે કે તે પોતાની એક્ટિંગ ફીમાં બિલકુલ ઘટાડો નહીં કરે. એક સમય હતો કે જ્યારે એક્ટર ગજરાજ રાવ પાસે કામ નહોતું, ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો, પરંતુ હવે સ્થિતિ એવી છે કે તેમની પાસે ઘણું કામ છે.

ગજરાજ રાવે હાલમાં જ એક ઈન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં તેમણે સ્ટ્રગલના દિવસોની વાત સંભળાવી હતી અને તેમના જીવન સાથે જાેડાયેલા ઘણા ખુલાસા કર્યા હતા. ગજરાજ રાવે કહ્યું કે હવે તેમની આર્થિક સ્થિતિ સારી છે કારણ કે તેમણે ૨૫-૩૦ વર્ષ સુધી સખત મહેનત કરી છે. હવે તેમને મોંઘા ફોન લેવાનું, મુસાફરી કરવી અને મોંઘી હોટેલમાં રહેવાનું ગમે છે.

અભિનેતાએ કહ્યું, ‘મને આ વાત સ્વીકારવામાં શરમ નથી. મને ફાઈવ સ્ટાર હોટલ અને બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરવામાં શરમ નથી આવતી. હું આ મારા માટે અને મારા પરિવાર માટે ઇચ્છું છું. હું તેમને શક્ય બધું આપવા માગું છું. અભિનેતાએ કહ્યું કે, ‘એક કાસ્ટિંગ ડિરેક્ટરે મને ફી ઘટાડવા માટે કહ્યું હતું, અને કહ્યું હતું કે માત્ર ૨૦ દિવસનું કામ છે. મેં કહ્યું કે હું તે ૨૦ દિવસ માટે કોઈ ચાર્જ નથી લેતો. પણ, તે સ્થાન સુધી પહોંચવા માટે મેં વર્ષોથી કરેલા હોમવર્ક માટે હું ચાર્જ કરું છું.

આ મારી એ દિવસોની ફી છે, જે ૨૦ દિવસ હું ૨૦ ચા પર જીવતો, ભૂખ્યો સૂતો, ગાળો સાંભળતો. ટાઉનથી અંધેરી સુધી ચાલીને જતો હતો. આ ૨૦ દિવસ મફત છે. ગજરાજ રાવ ૨૯ જૂને રિલીઝ થયેલી ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’માં જાેવા મળ્યા હતા. હવે તેઓ અજય દેવગન સ્ટારર ‘મેદાન’ અને ‘ટ્રાયલ પીરિયડ’માં જાેવા મળશે. અભિનેતાએ અજય દેવગન સાથે માર્ચ ૨૦૨૩માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ભોલા’માં પણ કામ કર્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.