Western Times News

Gujarati News

લજ્જા શુટીંગ એકેડમીના વિદ્યાર્થીઓ અમદાવાદ ખાતે યોજાયેલ ચેમ્પિયનશીપમાં ઝળક્યાં

(પ્રતિનિધિ) આણંદ, આણંદ પાસે આવેલ જીટોડીયા ખાતે આવેલ લજ્જા શુટીંગના ૮ જેટલા વિદ્યાર્થીઓએ રાજ્ય કક્ષાની શુટીંગ ચેમ્પિયનશીપમાં ભાગ લઇ ગોલ્ડ સહિતના ૧૫ મેડલ પ્રાપ્ત કર્યાં છે.

ગુજરાત સ્ટેટ શુટીંગ ચેમ્પિયનશીપ અમદાવાદ ખાતે યોજાઇ હતી. જેમાં લજ્જા શુટીંગ એકેડમીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ઠ દેખાવ કરી ગોલ્ડ સહિત ૧૫ મેડલ મેળવ્યાં છે. જેમાં ૧૦ ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૨ સિલ્વર અને ૩ બ્રોન્ચ મેડલનો સમાવેશ થાય છે.

આ ચેમ્પિયનશીપમાં સૌથી વધુ ૫ ગોલ્ડ મેડલ કવન શુકલાએ મેળવ્યાં હતાં. આ ચેમ્પિયનશીપમાં જુનિયર મેન, યુથ મેન અને સબ યુથ મેન (આઈએસએસએફ) હરિફાઇનો સમાવેશ થાય છે. તેવી જ રીતે પ્રિસા પરમારે ૫૦ મિટર રાયફલમાં બે ગોલ્ડ, માનસી દુબેએ ૫૦ મિટરમાં ગોલ્ડ અને એક બ્રોન્ચ,

આદ્ય અગ્રવાલે ૫૦ મિટરના ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યાં છે તથા હેતુ વાઘેલાને બ્રોન્ઝ, જનયલ અને કતયાણી પ્રિ નેશનલ કોમ્પિટીશનમાં ભાગ લેવા ક્વોલીફાય થયાં છે, જ્યારે દિપેન સુથાર ૫૦ મિટરમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.