Western Times News

Gujarati News

ચરોતર ગેસ દ્વારા અન્ય ડિરેકટરોની નિમણુંક કરાઇ

(પ્રતિનિધિ) આણંદ, ચરોતર ગેસ સહકારી મંડલી લીમીટેડ, વિઠ્ઠલ ઉદ્યોગનગરના ચેરમેન શ્રી ધર્મેન્દ્રભાઇ જે. પટેલ દ્વારા ડિરેકટરોની ખાલી રહેલ ત્રણ અનામત જગ્યા એટલે કે બે મહિલા અનામત અને એક એસ.સી.એસ.ટી. ની નિમણુંક કરવામાં આવી. ચરોતર ગેસના પેટા નિયમ ૨૫(૧) મુજબ,

સરકારના પરિપત્ર અનુસંધાનમાં તેમજ ઓડિટર દ્વારા વારંવાર ધ્યાન દોરવા છતાં અમલ નહી થતાં મંડળીની રચનાથી આજ દિન સુધી ખાલી રહેલ આ ત્રણ જગ્યા પ્રથમ વખત નવા નિમાયેલા ચેરમેન શ્રી ધર્મેન્દ્રભાઇ જે. પટેલ દ્વારા બે મહિલા અનામત અને એક એસ.સી.એસ.ટી.ની બહુમતિથી નિમણુંક કરવામાં આવી. જેથી હવે પછી ચરોતર ગેસમાં ૮ ની જગ્યાએ કુલ ૧૧ ડિરેક્ટરોનું બનેલુ બોર્ડ સંચાલન કરશે.

નિમણુંક થયેલ ત્રણ ડિરેકટરોમાં શ્રીમતિ મિનાક્ષીબેન રમેશભાઇ પાઠક (સામાજીક કાર્યકર), શ્રીમતિ કિર્તિબેન ધર્મેન્દ્રભાઇ પટેલ (વ્યવસ્થાપક, એસ.જી.પટેલ આર્યુવૈદિક હોસ્પિટલ ન્યુ વલ્લભ વિદ્યાનગર), તથા શ્રી વિનોદભાઇ જીવણભાઇ વસાવા (ખેડૂત/નોકરી) ની ડિરેક્ટર પદે નિમણુંક કરવામાં આવી.

આ પ્રસંગે શ્રી ધર્મેન્દ્રભાઇ જે. પટેલ-ચેરમેન, શ્રી વિઠ્ઠલભાઇ એમ. પટેલ- મેનેજીંગ ડિરેકટર, શ્રી જયેશભાઇ જે. પટેલ- જાેઇન્ટ મેનેજીંગ ડિરેકટર, શ્રી રમેશભાઇ એચ. શાહ- ડિરેકટર તથા શ્રી હસમુખભાઇ એમ. પટેલ- ડિરેકટર દ્વારા પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવી નિમણુંક પત્ર આપી આ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.