Western Times News

Gujarati News

ફિલ્મ ૩ એક્કાનું ટ્રેલર, અમિતાભ બચ્ચને પણ કર્યા વખાણ!

મુંબઈ, ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર યશ સોની, મિત્ર ગઢવી અને મલ્હાર ઠાકર હવે ફરી એકવખત સાથે જાેવા મળશે. તેઓ અગાઉ ફિલ્મ ‘છેલ્લો દિવસ’ અને ‘શું થયું?’માં એકસાથે જાેવા મળ્યા હતા. હવે તેઓ અપકમિંગ ગુજરાતી ફિલ્મ ૩ એક્કામાં એકસાથે જાેવા મળશે. Amitabh Bachchan praised 3 Ekka Gujarati film

ગુજરાતી ફિલ્મ ૩ એક્કાના ડિરેક્ટર છે રાજેશ શર્મા જ્યારે પ્રોડ્યુસર આનંદ પંડિત અને વૈશલ શાહ છે. આજે ફિલ્મ ‘૩ એક્કા’નું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું છે. ગુજરાતી ફિલ્મ ૩ એક્કાનું ટ્રેલર કોમેડીથી ભરપૂર છે. આ ફિલ્મ તારીખ ૧૮ ઓગસ્ટ, ૨૦૨૩એ થિયેટર્સમાં રિલીઝ થશે.

સદીના મહાનાયક અમિતાભ બચ્ચને પણ ગુજરાતી ફિલ્મ ‘૩ એક્કા’નું ટ્રેલર શેર કર્યું છે. વર્ષ ૨૦૧૬માં આવેલી હિટ ગુજરાતી ફિલ્મ ‘પાસપોર્ટ’માં એક્ટર મલ્હાર ઠાકર અને ડિરેક્ટર રાજેશ શર્માએ સાથે કામ કર્યું હતું. આ સિવાય વર્ષ ૨૦૧૯માં આવેલી ફિલ્મ ‘સાહેબ’માં પણ ડિરેક્ટર રાજેશ શર્માનું મોટું યોગદાન રહેલું છે જેમાં એક્ટર મલ્હાર ઠાકર મુખ્ય રોલમાં હતો. ત્યારે હવે ગુજરાતી ફિલ્મ ‘૩ એક્કા’માં એક્ટર મલ્હાર ઠાકર અને ડિરેક્ટર રાજેશ શર્મા ફરી એકવખત સાથે કામ કરી રહ્યા છે.

ગુજરાતી ફિલ્મ ‘૩ એક્કા’ના લેખકો પાર્થ ત્રિવેદી અને ચેતન દૈયા છે. મહામારીના કારણે છેલ્લા બે વર્ષ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ઠીક રહ્યા હતા. પરંતુ તાજેતરમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મોએ બોક્સઓફિસ પર સારી કમાણી કરીને ડી-ટાઉનને મજબૂત કર્યું છે. છેલ્લા છ મહિનામાં બોલિવુડની ફિલ્મનું પ્રદર્શન બોક્સઓફિસ પર નબળું રહ્યું છે એવામાં ગુજરાતી ફિલ્મો વધુમાં વધુ દર્શકોને આકર્ષી શકી છે અને સારો કહી શકાય તેવો વકરો કર્યો છે.

બોલિવુડની ફિલ્મો કરતાં ગુજરાતી ફિલ્મોને વધુ દર્શકો મળ્યા હતા. આ બાબતને ઢોલિવુડ અને ફિલ્મ એક્ઝિબિટર્ઝ પોઝિટિવ સંકેત તરીકે જાેઈ રહ્યા છે. આ ટ્રેન્ડ જાેઈને ગુજરાતી ફિલ્મોના ડિસ્ટ્રીબ્યૂટરોમાં પણ આનંદની લાગણી છે.

રાજ્યમાં ગુજરાતી ફિલ્મોના જાણીતા ડિસ્ટ્રીબ્યૂટર વંદન શાહે જણાવ્યું હતું કે, “બોલિવુડની ફિલ્મો નિષ્ફળ જઈ રહી છે તે એક પ્રકારે ગુજરાતી ફિલ્મો માટે આશીર્વાદ સમાન છે. છેલ્લા છ મહિનામાં જેટલી પણ ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ છે તેણે બોક્સઓફિસ પર સારો વકરો કર્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.