Western Times News

Gujarati News

જમીન વિવાદમાં પાડોશીને ફસાવવા પોતાની જ દીકરીની હત્યા કરનાર પિતાને ૨૩ વર્ષે આજીવન કેદ

આખરે ૨૩ વર્ષ બાદ કોર્ટે આરોપી પિતાને દોષિત ઠેરવ્યો અને આજીવન કેદની સજા ફટકારી 

મુઝફ્ફરનગર, ઉત્તર પ્રદેશના શામલીમાં ૨૩ વર્ષ પહેલાં ૨૦૦૦માં એક પિતાએ જમીનના વિવાદમાં ક્રોસ કેસ દાખલ કરાવવાના ચક્કરમાં પોતાની જ ત્રણ મહિનાની દીકરીની હત્યા કરી નાખી હતી. મુઝફ્ફરનગરની કોર્ટે આરોપી પિતાને દોષિત ઠેરવતા આજીવન કારાવાસની સજા ફટકારી છે. આ સિવાય બાળકીની માતા સહિત બંને પક્ષોના આઠ લોકોને એક વર્ષની સજા ફટકારી છે. એક જમીનના ટુકડા માટે અને પોતાના પાડોશીને ફસાવવા માટે આ હત્યા થઈ હતી. ૨૩ વર્ષ પહેલાં જાેરદાર લાકડીઓ પણ ઉડી હતી અને ગોળીબાર પણ થયો હતો. Life imprisonment for father who killed his own daughter in land dispute

પિતાએ પોતાની જ સગી દીકરીને ગોળી મારી દીધી હતી. ત્યારે આ કેસમાં આરોપી પિતાને આજીવન કેદની સજા મળી છે. વકીલ વીરેન્દ્ર નાગરે જણાવ્યું કે, શામલીના કાંધલા પોલીસ સ્ટેશન હેઠળ આવેલા નાલા ગામમાં આ ઘટના બની હતી. ગામમાં રહેતા પ્રકાશ ચંદ અને રાજબીર વચ્ચે જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. ૨૨ સપ્ટેમ્બર, ૨૦૦૦ના રોજ બંને પક્ષો વચ્ચે આ મુદ્દે લાકડીઓ ઉડી હતી.

આ હિંસામાં રાજબીરની ત્રણ મહિનાની દીકરીને ગોળી વાગવાથી મોત નીપજ્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું કે ક્રોસ કેસ કરવા માટે રાજબીરે જ તેની દીકરીની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. મુઝફ્ફરનગરમાં આરોપી પિતાને દોષિત ઠેરવ્યો હતો. જે બાદ કોર્ટે આરોપી પિતાને આજીવન કેદની સજા ફટકારી હતી. જ્યારે મૃતકની માતાને એક વર્ષની સજા મળી છે. આ સિવાય અન્ય આરોપીઓને પણ એક એક વર્ષની સજા ફટકારવામાં આવી છે. દોષિતોને સાજ મળ્યા બાદ સમગ્ર વિસ્તારમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

લોકો કહી રહ્યા છે કે, કોઈ બાપ જમીનના ટુકડા માટે પોતાની જ દીકરીને કેવી રીતે મારી શકે છે. ત્યારે આ કેસમા સજા મળ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ચર્ચાએ જાેર પકડ્યું છે. મહત્વનું છે કે, જમીન વિવાદમાં આરોપી પિતાએ કેટલાંક લોકો સામે ફરિયાદ પણ નોંધાવી હતી. જ્યારે કોર્ટમાં ટ્રાયલ ચાલી રહી હતી ત્યારે કેટલાંક આરોપીઓના મોત નીપજ્યા હતા. જે બાદ કોર્ટે તમામ દલીલો સાંભળી હતી અને આખરે આરોપી પિતાને દોષિત ઠેરવ્યો હતો. બાદમાં કોર્ટે આરોપી પિતાને આજીવન કેદની સજા ફટકારી હતી. આખરે ૨૩ વર્ષ પહેલાં જે પિતાએ ગુનો કર્યો હતો તેની સજા મળી હતી. માત્ર આરોપી પિતા જ નહીં માતાને પણ કોર્ટે સજા ફટકારી હતી.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.