Western Times News

Gujarati News

પાંચકુવા રેડીમેઈડ કપડાની દુકાનમાં ભીષણ આગ

મરઘાવાડમાં ચાર માળનું કોમ્પ્લેક્ષ આગની લપેટમાં- ફાયરબ્રિગેડની પ થી વધુ ગાડીઓ
ઘટનાસ્થળે : ગીચ વિસ્તાર-સા્‌કડી ગલીઓને પગલે ફાયરબ્રિગેડને ભારે મુશ્કેલીઓ નડી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરમાં હાલમાં જ આગની ઘટનાઓ ઘણી બની ચુકી છે. જેમાંથી મોટેભાગે ગેરકાયદેસર કરેલા બાંધકામોને પગલે અને ફાયર સેફટીના સાધન લગાવતા ઘટનાસ્થળ આગની વધુ લપેટમાં આવતા મોટુ નુકશાન થયુ છે. સરકારી તંત્રની આંખ ખુલતા જ અચાનક ગેરકાયદેસર બાંધકામો તથાં સફટીના સાધનોના અભાવ ધરાવતી ઓફિસ, તથા કોમ્પ્લેક્ષોને તાળા મારીને ભારે દંડ ઉઘરાવવાની કામગીરી કડક હાથે શરૂ કરી છે. જેના પરિણામે વધારાનું બાંધકામ તોડી પાડવામાં આવ્યુ હતુ.

ઉપરાંત ફાયર સેફટીના સાધનો પણ વસાવ્યા બાદ જ તંત્રએ મિલ્કતોમાં પ્રવેશવા દીધા હતા. જા કે આગના આટલા બધા બનાવો બન્યા છતાં શહેરના નાગરીકો કે બિલ્ડરોએ કોઈ શીખ લીધી હોય એમ લાગતું નથી. આજે વહેલી સવારે બનેલા આગના બનાવ પરથી આમ લાગી રહ્યુ છે.

 

શહેરના પાંચકુવા વિસ્તારમાં આવેલી એક ગીચોગીચ જગ્યામાં બનાવેલા ચારથી પાંચમાળના કોમ્પ્લેક્ષમાં આગ લાગવાની ઘટનાથી ફાયરબ્રિગેડ દોડતું થયુ હતુ. જા કે આ જગ્યા એકમદ સાંકડી જગ્યામાં આવેલું હોવાથી ફાયરબ્રિગેડના જવાનોને આગનું સ્થળ શોધવામાં અને બાદમાં ત્યાં સુધી પહોંચવામાં પણ ભો મુશ્કેલીઓનો સામનો કરવોપડ્યો હતો.

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે શહેરના પાંચકુવા વિસ્તારમાં આવેલા મરઘાવાડમાં આવેલા એક ચાળ માળના કોમ્પ્લેક્ષમાં નીચે કાપડનું ગોડાઉન આવેલું છે. આજે વહેલી સવારે આ રેડીમેડ કપડાના ગોડાઉનમાં અજાણ્યા કારણોસર આગ લાગી હતી. વહેલી સવાર હોવાથી બંધ ગોડાઉનમાં લાગેલી આગ ઉપર કોઈનું ધ્યાન ગયુ નહોતુ. જેના કારણે આગ વધુને વધુ પ્રસરી જવા પામી હતી અને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. જેની ઉપર કોઈ સ્થાનિક રહીશની નજર પડતાં જ તેણે ફાયરબ્રિગેડને ફોન કરી જાણ કરી હતી. કોલ મળતાં જ ફાયરબ્રિગેડની ગાડીઓ તાત્કાલિક મરઘાવાડ જવા રવાના થઈ હતી.

જા કે આ સ્થળ એકમદ ગીચ વિસ્તારમાં આવેલો હોવાથી પ્રથમ તો ફાયરબ્રિગેડજના જવાનોને આ સ્થળ શોધવામાં જ ભારે તકલીફ પડી હતી. અને સ્થળ મળી ગયા બાદ સાંકડી ગલીઓની અંદર બિલ્ડીંગ આવેલું હોવાથી ફાયર ફાઈટર આગની નજીક લઈ જવામાં ભારે મુશ્કલીઓ નડી હતી. જા કે સમય સુચકતા વાપરતા ફાયરબ્રિગેડના જવાનોએ લાઈનો જાડીને ત્યાં સુધી પહોંચાડી હતી. અન આગને કાબુમાં લેવાની શરૂઆત કરી હતી. પરતુ ત્યાં સુધીમાં પહેલા માળે લાગેલી આગ છેક ચોથા માળે સુધી પહોંચી ગઈ હતી. અને આગળ પણ ફાયરબ્રગેડના જવાનોને કાર્યવાહીમાં મુશ્કેલી નડી હતી.

આ ઘટના અંગે વાત કરતા ફાયરબ્રિગેડના અધિકારી ખડીયાએ જણાવ્યુ હતુ કે આ સ્થળ સાંકડી જગ્યામાં આવ્યુ હોવાથી લાઈનો પહોંચાડીને કામ શરૂ કરવામાં આવ્યુ છે. ઉપરાંત રસ્તો શોધવામાં પણ સમય વેડફાયો હતો.  આગમાં સપડાયેલા મકાન અંગે તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે રહેણાંક વિસ્તારમાં આ ચારથી પાંચ માળનું કોમ્પ્લેક્ષ બનાવી દેવામાં આવ્યુ છે. અને તે એટલી સાંકડી જગ્યામાં બનાવવામાં આવ્યુ છે કે આગળ વધવામાં પણ ભારે મુશ્કેલીઓ નડી રહી છે.
આ લખાય છે ત્યાં સુધી અંશતઃ આગ ઉપર ફાયરબ્રિગેડે કાબુ મેળવી લીધો હોવાનું જાણવા મળે રહ્યુ છે. જા કે આગ ક્યા કારણોસર લાગી છે એ હજુ સુધી જાણી શકાયુ નથી. બીજી તરફ આટલી મોટી ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં તમામે હાશકારો અનુભવ્યો છે.

વહેલી સવારે લાગેલી આ આગની ઘટનાને પગલે આકાશમાં ધુમાડાના ગોટેગોટા ચડ્યા હતા. આગની વાત ફેલાતા આસપાસના રહીશો અને રાહદારીઓનું ટોળું પણ ત્યાં એકત્ર થઈ ગયુ હતુ. બીજી તરફ પ્રથમ માળે લાગેલી આગ ચોથા માળ સુધી પહોંચતા સમગ્ર મકાન ભડભડ સળગ્યુ હતુ.  કોઈ જાનહાનિ ન થાય તેની તકેદારી રાખતા ફાયરબ્રિગેડે આસપાસના મકાનો પણ ખાલી કરાવી દીધા હતા. ઘટના સવારની હોવાથી કેટલાંક નાગરીકો તો હજું ઉંઘમાંથી ઉઠયા પણ નહોતા.
આગની જાણ થતાં હવે મ્યુનિસીપલ કોર્પોરેશન પણ સક્રીય થાય એવી શક્યતાઓ છે. આ મકાનની કાયદેસરતા અંગે સવાલો ઉઠી રહ્યા છે. અને તેની ચકાસણી કરવાની કાર્યવાહી પણ શરૂ કરાઈ છે. જ્યારે રેડીમેડ કપડાંની દુકાન પણ ફાયર સેફટીના સાધનોથી સજ્જ હતી કે કેમ? તેની પણ તપાસ ચાલી રહી છે. આ ઘટનામાં કેટલું નુકશાન થયુ છે તેનો અંદાજ હજુ સુધી મેળવી શકાયો નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.