Western Times News

Gujarati News

જય ભાનુશાળીની દીકરી તારાનો વિડીયો વાયરલ થયો

મુંબઈ, એક્ટર જય ભાનુશાળી અને માહી વિજ એવા માતા-પિતા છે કે જેઓ તેમના બાળકોને લાઈમલાઈટથી દૂર રાખવાનું પસંદ કરે છે. માહી અવારનવાર ફેન્સ સાથે પરિવારની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તેણે તેની પુત્રી તારાનું એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ બનાવ્યું છે અને આ લેટેસ્ટ વિડિયો ત્યાં શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે શુકરાન. લોકો આ વીડિયો પર નેગેટિવ કોમેન્ટ્‌સ કરતા જાેવા મળી રહ્યા છે. Jai Bhanushali Mahi Vij’s daughter Tara

આ વીડિયોમાં તારા જમીન પર બેસીને નમાઝ અદા કરતી જાેવા મળી રહી છે. નમાઝ અદા કરવા માટેની એક્ટિંગ કરતી તારાનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બની રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો આ વીડિયોની ટીકા કરી રહ્યા હોવાનું જણાય છે. એક યૂઝરે કહ્યું, ‘દીકરીને તમારા ડ્રામાનો હિસ્સો ના બનાવો.’ અન્યએ કહ્યું- મને તારાના દરેક વીડિયો આજ સુધી ગમ્યા છે, પરંતુ આ નિરાશાજનક છે, તમે તમારી દીકરીને આ બધું શીખવો છો.

 

View this post on Instagram

 

A post shared by Tara 🌟🧿 (@tarajaymahhi)

તો બીજાએ કહ્યું – આપણે દરેક ધર્મનું સન્માન કરવું જાેઈએ. અન્ય એક યુઝરે કહ્યું- બીજા ધર્મ વિશે શીખવવું ખૂબ જ સારું છે, પરંતુ તે પહેલા પોતાના ધર્મ અને વેદ વિશે શીખવવું જાેઈએ, આ શું ડ્રામા છે? જાે કે, ઘણાં લોકોએ આ વિડિયો પર કોમેન્ટ કરી છે કે માહી તેની દીકરીને જે ઉછેર આપી રહી છે તે આ જ છે, દરેકે આ વીડિયોમાંથી કંઈક શીખવું જાેઈએ અને જાે માતાઓ પોતાના બાળકોને બાળપણથી જ દરેક ધર્મનું સન્માન કરવાનું શીખવે છે તો તેઓ મોટા થઈને હિન્દુ-મુસ્લિમ વચ્ચે ભેદભાવ ના કરે.

તરત જ માહી વિજે તેની પુત્રીના વિડિયોની ટીકા કરનારાઓને યોગ્ય જવાબ આપતા અન્ય એક વીડિયો પોસ્ટ કર્યો. આ વીડિયોમાં તે પોતાની પુત્રી સાથે મંદિરમાં જાેવા મળી રહી છે. માહીએ લખ્યું છે કે, ‘આ તે બકવાસ લોકો માટે છે જેમણે ધર્મની મજાક ઉડાવી છે. તમે તારાને અનફોલો કરી શકો છો. એક માતા તરીકે હું જાણું છું કે હું મારા બાળકને શું શીખવી રહી છું. તમે મારી દીકરીની ચિંતા ન કરો, તમારા બાળકોને શીખવાડો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.