Western Times News

Gujarati News

હવે કોઈ મુસાફરોને ફ્લાઈટમાં કપડાથી ભરેલી સૂટકેસ લઈને જવાની જરૂર નહીં પડે

હવે તમે જાપાનમાં કપડા લીધા વગર કરી શકો છો મુસાફરીઃ એરલાઈન્સ ભાડે આપી રહી છે કપડા

(એજન્સી)ટોકયો, વેકેશનમાં ગમે ત્યયાં જવાની મજા આવે છે. પરંતુ તે પહેલા કરવામાં આવેલા પેકીગ એકદમ પડકારજનક છે. ઘણા બધાં કપડાંથી ભરેલી બકેગ અને સૂટકેસ લઈ જવી એ એક મુશ્કેલી છે. તે પણ જયારે તમે વિદેશ પ્રવાસે જતા હોવ ત્યારે. આ સામાન જાેઈને કયારેક મનમાં વિચાર આવે છે. કે કાશ હું ભારે સામાન વિના મુસાફરી કરી શકું. જાે તમે એવું વિચારો છો. તો તમારે કલ્પના સાચી થતી જણાય છે.

હા, હવે જાપાન આવતા પ્રવાસીઓ ઓછા સામાન્ય સાથે મુસાફરી કરી શકશે. જાપાન એરલાઈન્સ ટકાઉ પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે મુસાફરોને આગમન પર કપડાં ભાડે આપવાનો વિકલ્પ ઓફર કરી રહી છે.

એરલાઈન્સે જાહેરાત કરી છે કે પ્રોગ્રામની ટ્રાયલ કરી રહયા છે. આમાં મુસાફરોને ભાડા પર કપડાંનું બંડલ મળશે. જે જાપાન પહોચતા જ પેસેન્જરને હોટલમાં પહોચાડવામાં આવશે. આવું કરવા પાછળનો હેતુ વિમાનનું વજન ઘટાડવાનો છે. તેનાથી એરલાઈનના કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે. પહેલ પ જુલાઈથી શરૂ થઈ હતી અઅને તે ૧૩ મહીના માટે ઉપલબ્ધ રહેશે.

એરલાઈન ઈચ્છે છે છકે મુસાફરોને ઓછામાં ઓછા સામાનની સાથે શ્રેષ્ઠ મુસાફરીનો અનુભવ મળે. આ પર્યાવરણીય મુલ્ય પણ બનાવશે. આ સેવા માટે એરલાઈન સુમીટોમો કોર્પોરેશન સાથે ભાગીદારી કરી રહી છે. આરક્ષણ સિસ્ટમ અને કપડાંને સંભાળશે.

પુરુષો માટે ર બોટમ્સ અને ૩ શર્ટની કિમત રૂા.ર૩પ૧ થી શરૂ થશે અને મહીલાની માટે ૩-૪ ટોપ અને ર બોટમ્સની કિમત રૂા.ર૯૩૯થી શરૂ થશે. એરલાઈન જાહેરાત કરી છે કે ચેક કરેલા સામાનનું મુલ્યાંકન કરશે. આ સેવાની અસરને ટ્રેક કરવા માટે આ સેવા પસંદ કરીને મુસાફરો દ્વારા કાર્બન ડાયોકસાઈડના ઉત્સજનમાં કેટલો ઘટાડો થયો છે. તે જાણવા માટે આ તેને મદદ કરશે.

કોઈપણ વસ્ત્રો ગમે ત્યાંની વેબસાઈટ પર ભાડાની તારીખના એક મહીના અગાઉ રીઝર્વેશન કરાવવુ જાેઈએ. ઓફર પર ઉપલબ્ધ વિવિધ પ્રકારના કપડાંમાંથી તમારા મનપસંદ પોશાકને પસંદ કરો. હોટેલમાં તમને તમારા ભાડાના કપડાં મળશે. તમે આ કપડાંને ઉપયોગમાં બે અઠવાડીયા સુધી કરી શકો છો. જાે તેઓ આ સમયગાળામાં પરત ન કરી શકે. તો વધારાના શુલ્ક વસુલવામાં આવશે. ફલાઈટમાં ચડતા પહેલા પ્રદાન કરેલા કપડાંને બેકગમાં પેક કરીને હોટેલના રિસેપ્શનને સોપવા જાેઈએ.

કેટલાક લોકોને આ સેવા સાંભળવામાં મોઘી લાગી શકે છે. પરંતુ એરલાઈનના મતે દરેક સફર માટે નવા કપડાં ખરીદવા કરતાં કપડાં ભાડે આપવા એ વધુ ખર્ચ અસરકારક વિકલ્પ સાબીત થઈ શકે છે. ઉચ્ચ સ્તરીય ડીઝાઈન વસ્તુઓને તેમના સૌથી નીચા ભાવે ભાડે આપીને પ્રવાસીઓ મોઘી વસ્તુઓ ખરીદવાનું ટાળી શકે છે. અને નાણાં બચાવી શકે છે.

આ મુસાફરોને ફલાઈટ દરમ્યાન ઓછામાં ઓછા કપડા રાખવામાં અને ઓછો સામાન લઈ જવામાં મદદ કરે છે. જેના કારણે મુસાફરોનો ભાર પણ ઘણો ઓછો થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.