Western Times News

Gujarati News

પ્રેમ લગ્ન માટે માતા-પિતાની સહી ફરજિયાત કરવા માટે જરૂરી અભ્યાસ કરીને ર્નિણય કરાશે

પ્રથમવાર એસપીજીનું સૌથી મોટું સંમેલન યોજવામાં આવ્યું

(એજન્સી)મહેસાણા, લોકસભા ચૂંટણી પહેલા પાટીદારોનું આજે શક્તિપ્રદર્શન જાેવા મળ્યું. પાટીદારોના ગઢ મહેસાણામાં આજે સૌથી મોટું સંમેલન યોજાયું હતું. જીઁય્ના બેનર હેઠળ આ સ્નેહમિલન સમારંભ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા આ સિવાય નીતિન પટેલ સહિત અનેક દિગ્ગજાે કાર્યક્રમમાં હાજર રહ્યા.

આ પ્રસંગે મહેસાણામાં એસપીજીના સભ્યોએ ફરીથી પ્રેમલગ્નનો મુદ્દો ઉઠાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પ્રેમલગન માટે માતા-પિતાની સહી ફરજિયાત કરવા માટે જરૂરી અભ્યાસ કરીને ર્નિણય કરાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વસુધૈવ કુંટુંબકમની ભાવના સાથે આગળ વધી રહ્યા છે. સરદાર પટેલે રજવાડા એકઠા કરી દેશ બનાવ્યો એટલે એ ગુણ આપણામાં હોય. સંગઠિત થઇ આપણે આગળ વધીએ છીએ ત્યારે પ્રમુખે સરકારને અનેક વાત યાદ કરાવી હતી. આજની જમાનામાં શિક્ષણ સાથે આગળ વધવું એ જરૂરી છે.

તેમણે ઉમેર્યું હતું કે, હવેથી નવી શિક્ષણ નિતિનો ફાયદાથી આપણે માતૃભાષામાં શિક્ષણ લઇ શકીશુ. સેવા કરવા માટે આપણે હર હંમેશ તૈયાર એ આપણી સંસ્કૃતિ છે. પાટીદાર સમાજને જ્યાં મુશ્કેલી પડે અને જ્યાં સરકાર તરીકે સાથે રહેવાનું હશે ત્યાં ઉભા રહીશું. બહેનો માટે જે હેલ્પલાઇન શરૂ કરી એ ખુબ મોટી વાત છે.

ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું કે, સેમીકોન ઇન્ડિયાની ગાંધીનગરમાં વડાપ્રધાને શરૂઆત કરાવી છે. જેમાં મોટા ભાગના વાહનો અને ઇલેક્ટ્રીક સાધનોમાં સેમી કન્ડકરટ મહત્વનું હોવાનું જણાવ્યું હતું. દેશના તમામ વડાપ્રધાને આ ઉત્પાદન ભારતમાં કરવાનો પ્રયત્ન કર્યો પણ તે શરૂઆત નરેન્દ્ર મોદી કરાવી શક્યા છે. રોજગાર આપવામાં આજે ગુજરાત સૌથી સારા સ્તરે છે.

ગુજરાતની નાણાકીય વ્યવસ્થા કોરોના બાદ પણ સારી છે. કોઇ પણ સમસ્યા હોય તો મારી પાસે આવી શકે છે. અંતમાં ભૂપેન્દ્ર પટેલે લવ મેરેજમાં માત પિતાની સહી ફરજીયાત કરવા માટે જરૂરી સ્ટડી કરી ર્નિણય કરવામાં આવશે તેવું મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, પાટીદારોના આ શક્તિ પ્રદર્શનમાં ધાર્મિક અને સામાજિક સંસ્થાના વડાઓ, રાજકીય અને ઉદ્યોગ જગતની હસ્તીઓ પણ હાજર રહ્યા હતા. આ મહાસંમેલનમાં કડવા અને લેઉવા પાટીદારના મોટા નેતા પણ જાેડાયા હતા. અનામત આંદોલન બાદ જીઁય્ ફરીથી પાટીદારોને એક મંચ પર લાવી રહ્યું છે. અનામત આંદોલન બાદ પ્રથમવાર જॅખ્ત નું મોટું સંમેલન યોજાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.