Western Times News

Gujarati News

હવે સારા અલી સાથે કામ કરવા સુશાંતે ઇન્કાર કર્યો

મુંબઇ, સારા અલી ખાનની બોલિવુડમાં હજુ સુધી ગણતરીની ફિલ્મો રજૂ થઇ છે ત્યારે તે પહેલાથી જ ભારે ચર્ચા જગાવી રહી છે. તેની પાસે અનેક ફિલ્મો હાલમાં હાથમાં છે. સાથે સાથે સતત નવી ફિલ્મની ઓફર પણ થઇ રહી છે. હવે એવુ જાણવા મળ્યુ છે કે સુશાંત રાજપુતે સારા અલી ખાન સાથે કામ કરવાનો ઇન્કાર કરી દીધો છે.

કેદારનાથ ફિલ્મ સાથે સારા અલી ખાને બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે સુશાંત રાજપુતે જ ચાવીરૂપ ભૂમિકા અદા કરી હતી. કેદારનાથ ફિલ્મ આવી ત્યારે તમામને એવુ લાગ્યુ હતુ કે તેની સાથે સુશાંત પ્રેમમાં છે. જો કે મોડેથી આ અહેવાલને રદિયો અપાયો હતો. હવે એક હેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે સુશાંતે એક જહેરાતમાં તેની સાથે કામ કરવાનો ઇન્કાર કર્યો છે. સારા સાથે એક જાહેરાતમાં કામ કરવા માટે સુશાંતને ઓફર થઇ હતી.

જો કે સુશાંતે આમાં કામ કરવાનો ઇન્કાર કરી દીધો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે સુશાંત પોતાની એક્સની સાથે કોઇ કિંમતમાં કામ કરવા માટે તૈયાર નથી. તેમને કેટલીક જગ્યાએ સાથે ફરતા અને ડિનર કરતા જાવામાં આવ્યા હતા. સારા હવે કાર્તિક સાથે પોતાના સંબંધને લઇને ચર્ચામનાં છે. બીજી બાજુ સુશાંત હાલમાં રિયા ચક્રવર્તિની સાથે પ્રેમમાં હોવાના હેવાલ મળી રહ્યા છે. બંનેએ પોતાના પ્રેમ સંબંધોને સારાના જન્મદિવસ પર ઓફિશિયલ કરવાની જાહેરાત કરી હતી.

ત્યારબાદથી સારા અને કાર્તિક સાથે દેખાઇ રહ્યા છે. બીજી બાજુ સુશાંત અને રિયા ચક્રવર્તિ પણ સુશાંતના પ્રેમમાં છે. સુશાંતની હાલમાં છિછોરે ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. જ્યારે સારા હાલમાં કાર્તિક આર્યનની ફિલ્મમાં કામ કરી રહી છે. ઉપરાંત તે વરૂણ ધવનની કુલી નંબર એકમાં વરૂણની સાથે નજરે પડનાર છે. વરૂણ ધવનના પિતા ડેવિડ ધવન દ્વારા આ ફિલ્મ તૈયાર કરવામાં આવી રહી છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.