ગુજરાત કૃષિ સહિત ઘણા ક્ષેત્રોમાં દેશનું રોલ મોડલ
ગુજરાતે સસ્ટેઇનેબલ વિકાસ માટે પ્રકૃતિની સાથે જ રહીને વિકાસ કરવાની દિશા અપનાવી છેઃ રૂપાણીનો અભિપ્રાય
અમદાવાદ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, ગુજરાત કૃષિ સહિત વિવિધ ક્ષેત્રોમાં સમગ્ર દેશનું રોલમોડલ બન્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં ખેડૂતો પાસેથી ૮૦૦૦ કરોડની ખેત પેદાશોની ખરીદી કરવામાં આવી છે. બીજી બાજુ પાક નુકસાનના વળતર માટે રાજ્ય સરકારે ૮૦૦ કરોડનું કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું છે. રાજ્યપાલે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, ગુજરાતે સસ્ટેઇનેબલ વિકાસ માટે પ્રકૃત્તિની સાથે રહીને વિકાસ કરવાની દિશા અપનાવી છે.
પ્રાકૃતિક કૃષિ દ્વારા ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે નવો અધ્યાય શરૂ થયો છે. ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતએ મુખ્યતમંત્રી વિજય રૂપાણી અને પ્રાકૃતિક કૃષિના પ્રણેતા પદ્મશ્રી સુભાષ પાલેકર અને અન્યિ મહાનુભાવોની ઉપસ્થિાતિમાં સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ સાપ્તારહિક તાલીમ શિબિરના ઉદૃઘાટન સમારોહ જણાવ્યું હતું કે સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમમાં કિસાનોની ઉપસ્થિતિ અને કિસાનોની ઉત્સુકતાના દર્શનથી જ કહી શકીએ કે ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે નવો જ અધ્યાય શરૂ થઇ રહ્યો છે.
રાજ્યપાલએ પોતાના કિસાન તરીકેના સ્વાનનુભાવને દોહરાવતા જણાવ્યું હતું કે, રાસાયણિક ખેતીને કારણે જળ-જમીન-વાતાવરણથી માંડીને ખાદ્યાન્નસ દુષિત થઇ ગયા છે. અસાધ્યં રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. ખાન-પાનના દોષનું આ પરીણામ છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ધરતી ઉપર માનવ અસ્તિત્વની સાથે કૃષિની શરૂઆત થઇ ત્યારથી કોઇ રાસાયણિક ખેતી કરતું ન હતું. રસાયણો વિના કૃષિ થાય નહીં એવો ભ્રમ હવે ભાંગવો પડશે. રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે રાજય સરકારના સઘન પ્રયાસોના ભાગરૂપે ખેડા જિલ્લાના વડતાલ ખાતે આજે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ અંતર્ગત એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ્ એજન્સી આત્મા દ્વારા આયોજિત સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ વિષયક પ્રશિક્ષક તાલીમ કાર્યશાળાનું રાજયપાલ આચાર્ય દેવવ્રતએ મુખ્યમમંત્રી વિજય રૂપાણીની ઉપસ્તિમાં પ્રારંભ કરાવ્યોળ હતો. આ સાત દિવસીય કાર્યશાળામાં સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અંગે વિવિધ માહિતી અને માર્ગદર્શન ખેડૂતોને પુરૂ પાડશે. કિસાનો ભાષણથી નહીં પરંતુ પોતાની આંખથી જોઇને અનુભવથી શીખે છે, એવું સ્પયષ્ટ્ જણાવતા રાજ્યપાલએ ઉમેર્યુ હતું કે, હિમાચલ પ્રદેશમાં ૫૦ હજાર કિસાનો સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિથી ખેતી કરે છે, આંધ્રપ્રદેશમાં પાંચ લાખ ખેડૂતોએ આ પદ્ધતિ આપનાવી છે.
જો ખેડૂતોને આ પદ્ધતિથી લાભ ન મળતો હોય તો તેઓ આ પદ્ધતિ શા માટે અપનાવે. વિવિધ રાજ્યોના ખેડૂતોએ આ પદ્ધતિ આપનાવી સાબીત કરી બતાવ્યુંઆ છે કે, રાસાયણિક ખેતીના દુષ્પ રિણામનો સામનો કરવાનો શ્રેષ્ઠા રસ્તોર સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિનો જ છે. ગુજરાતના કિસાનોની ઉન્નેતિ માટે પ્રાકૃતિક કૃષિ ધ્વારા રાજ્ય સરકારે કિસાનોના વિકાસની નવી દિશા કંડારી છે. તેમણે ઉમેર્યુ હતું કે, રાજ્ય સરકારે પ્રાકૃતિક કૃષિ દ્વારા ગુજરાતના કિસાનો માટે વિકાસયજ્ઞ શરૂ કર્યો છે ત્યારે ખેડૂતોએ હવે પ્રાકૃતિક કૃષિ માટે પુરૂષાર્થ કરી ખેડૂતોને પ્રેરણા પૂરી પાડવાની છે.