Western Times News

Gujarati News

ભાડે મકાન લીધુંઃ 2 લાખનું રોકાણ કર્યુ પછી 1.5 કરોડની ઠગાઈ કરી

EDના ડાયરેકટરનો સ્વાંગ રચી

અમદાવાદ, સરકારી અધિકારીના સ્વાંગ રચીને ફરવાનો હવે એક ટ્રેન્ડ બની ગયો હોય તેવંું લાગી રહયું છે. મહાઠગ કિરણ પટેલે કરેલા કારનામા બાદ એક પછી એક કેન્દ્રીય એજન્સીઓના બોગસ અધિકારીઓ બન્યા હોવાની ઘટના સામે આવી રહી છે. થોડા દિવસ પહેલાં પત્નીને ઈમ્પ્રેસ કરવા માટે યુવક એનઆઈએનો અધિકારી બની ગયો હતો

ત્યાયરે હવે સેટેલાઈટમાં ઈન્ફોર્સમેન્ટ ડીપાર્ટમેન્ટ ઈડીના અધિકારી બની ગઠીયાએ દોઢ કરોડ રૂપિયાનું ચીટીગ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. ઈડીના ડાયરેકટર બનીને ગઠીયાએ જે મકાન ભાડે લીધુું હતું તે જયોતિષીનું હતું. જેમાં તેણે બે લાખ રૂપિયા એડવાન્સ ભાડા પેટે પણ આપ્યા હતા.

બે લાખનું ઈન્વેસ્ટ કરીને ગઠીયાએ દોઢ કરોડ રૂપિયા પડાવી લીધા. થલતેજ વિસ્તારમાં આવેલા સુદર્શન ટાવરમાં રહેતા અને ઈસ્કોન મંદીરથી સામે આવેલા બાલેશ્વર સ્કવેરમાં છેલ્લા સાડા ત્રણ વર્ષથી નવગ્રહ મંડળ નામની ઓફીસના વાઈસ પ્રેસીડેન્ટ ઝરણાંબહેને ઠાકરે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ઓમવીરસિંહ વિજય પ્રકાશસિંહ નામના ગઠીયા વિરૂધ્ધ દોઢ કરોડના ચીટીગની ફરીયાદ કરી છે. નવગ્રહ મંડળની ઓફીસના માલીક ડો.રવી રાવ છે. અને તેમનું આંબલી-બોપલ રોડ પર મકાન આવેલું છે. જે ભાડે આપવાનું હોવાથી ઝરણાબેને ત્રણ ચાર એજન્ટને વાત કરી હતી.

માર્ચ મહીનાની આસપાસ ઝરણાંબેને તેમની ઓફીસ પર હાજર હતા દિવ્યાંગભાઈ સાથે એક શખ્સ પણ હતો જેણે પોતાની ઓળખ ઓમવીરસિંહ હોવાનું જણાવ્યું હતું. ઓમવીરસિંહ સેન્ટ્રલ એજન્સી ઈન્ફોર્સમેન્ટ ડીપાર્ટમેન્ટ ઈડી ડાયરેકટર તરીકે ફરજ બજાવતા હોવાનું તેણે ઝરણાબહેનને કહયું હતું. ઓમવીરસિંહે ઈડીના ડાયરેકટર હોવાનું વીઝીટીગકાર્ડ પણ ઝરણાંબહેનને આપ્યુું હતું.

બીજા દિવસે ઝરણાંબહેને ફોન કરીને દિવ્યાંગભાઈ અને ઓમવીરસિંહને મકાન જાેવા માટે આંબલી-બોપલ બોલાવ્યા હતા. બંને જણા મકાન જાેવા માટે આવતા તેમને મકાન પસંદ આવ્યું હતું. ઓમવીરસિંહ ભાડા કરાર કરાવી લીધો હતો અને બે લાખ રૂપિયા એડવાન્સ ભાડા પેટે આપી દીધા હતા.

મકાન ભાડે રાખ્યાના પંદર દિવસ બાદ ઓમવીરસિંહ નવગ્રહ મંડળ મારફતે ઘરમાં સેવા પુજા કરાવી હતી. ઓમવીરસિંહ નવગ્રહ મંડળના માલીક ડો.રવી રાવને જણાવ્યું હતું કે મારી ખૂબ મોટી મોટી ઓળખાણો છે. જેથી કાંઈ પણ કામકાજ હોય તો મને કહેજાે.

રવી રાવે તેમના કલાયન્ટ પ્રદીપ ઝાનાં કોઈ કામકાજના ટેન્ડરનું કામ કરાવી આપવાની વાત તેને કરી હતી. ઓમવીરસિંહે ટેન્ડરનું કામ ગેરંટી સાથે કરી આપવાની વાત કરતાં દોઢ કરોડ રૂપિયા આપવાની વાત કરી હતી.

રવી રાવને વિશ્વાસ આવી જતાં બ્રીજેશ ઝાએ દોઢ કરોડ રૂપિયા ઓમવીરસિંહને આપ્યા હતા. ઓમવીરસિંહને આપેલા તમામ રૂપિયાની જવાબદારી રવી રાવે લીધી હતી. બ્રીજેશે ઝાને ટેન્ડર નહીં મળતા અંતે તેણે રવી રાવ પર દબાણ કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.