Western Times News

Gujarati News

ઉત્તર પ્રદેશમાં બે કિલો ડુંગળીની લૂંટ ચલાવી બાઈક ચાલક ફરાર

મુઝફ્ફરનગર, ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં (Uttarpradesh Muzaffarnagar vegetable market) નવી મંડી વિસ્તારમાં ગુરુવારે બાઈક સવારે એક લારીવાળા પાસે બે કિલો ડુંગળી લીધા બાદ પૈસા આપ્યા વગર ફરાર થયો હતો. લારીવાળો બાઈક પાછળ દોડ્યો પરંતુ ચાલક હાથ આવ્યો નહીં. નવી મંડી વિસ્તારમાં જવાહર વિદ્યા મંદિરવાળી ગલીમાં કૂકડા ગામના રહેવાસી બાલેંદર (Jawahar Vidya mandir lane Kukda village resident Balender) ગુરુવારે લારી ઉપર બટાકા અને ડુંગળી વેચી રહ્યા હતા. ત્યારે દુર્ગા મંદિરવાળી ગલી તરફથી એક બાઈક સવાર આવ્યો હતો. ત્યારે લારીવાળો જૂની રાઈસ મિલ વિસ્તારમાં પહોચ્યો હતો. ત્યાં બાઈક સવારે તેની પાસે ડુંગળીના ભાવ પૂછ્યા અને લારીવાળાએ એક કિલો ડુંગળીનો ભાવ રૂ.100 બતાવ્યો હતો.

ભાવ તાલ કરીને બાઈક ઉપર બેઠેલા યુવકે બે કિલો ડુંગળી 180 રૂપિયામાં નક્કી કરી અને ડુંગળી તોલવા કહ્યું હતું. ત્યારબાદ થેલીમાં ડુંગળી લીધી હતી. અનેપૈસા આપ્યા વગર જ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

જોકે, લારીવાળો બાઈક પાછળ ભાગ્યો હતો પરંતુ બાઈક ચાલક હાથમાં આવ્યો નહીં. બાઈક ચાલક જવાહર વિદ્યા મંદિરની સામેની એસડી પબ્લિક સ્કૂલ તરફથી પટેલનગર તરફ જવાની ગલીમાં ગાયબ થઈ ગયો હતો. લારીવાળાએ બુમો પાડી હતી પરંતુ બાઈક ચાલક ત્યાંથી ફરાર થયો હતો. ઉલ્લેખનીય છે કે, અત્યારે ડુંગળીનાભાવ આસમાને આંબી રહ્યા છે. સામાન્ય લોકોની થાળીમાંથી ડુંગળી ગાયબ થઈ ગઈ છે. એક સમયે ડુંગળી ગરીબોની કસ્તુરી ગણવામાં આવતી હતી પરંતુ અત્યારે ધનવાનોની કસ્તુરી બની ગઈ હોય એવો ઘાટ થયો છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.