ડો. બાબા સાહેબના મહા પરિનિર્વાણ દિન નિમિત્તે કપડાં વિતરણ કાર્યક્રમ
ડો.બાબાસાહેબ આંબેડકર ના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે સંકલ્પ સંસ્થા અને ઉન્નતિ ફાઉન્ડેશન, પાટણ દ્વારા પાટણ શહેરના ચાણસ્મા અને ઊંઝા હાઇવે પરના સ્લમ વિસ્તારોમા જરૂરિયાતમંદ લોકોને પહેરવાલાયક જુના કપડા વિતરણ કરવામાં આવ્યા હતા સ્લમ વિસ્તારના લોકોએ ઉત્સાહથી કપડા લીધા હતા. આ પ્રસંગે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ ના ચેરમેન મધુબેન સેનમા, અમદાવાદમાં વિવિધ સામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ સામાજિક કાર્યકર નિકિતા પરમાર વિશેષ ઉપસ્થિત રહીને જરૂરિયાતમંદ લોકોને કપડા વિતરણ કર્યા હતા.
સંકલ્પ સંસ્થાના પ્રમુખ રાજેન્દ્ર હિરવાણીયા, ઉન્નતિ ફાઉન્ડેશન ના પ્રમુખ પરેશ મકવાણા, ઈશ્વરભાઈ પરમાર, ભરત સોલંકી, જીગ્નેશ સોલંકી, કાનજી ભરવાડ, રાજેશભાઈ પરમાર, નારણભાઇ મકવાણા, કમલેશ સોલંકી, રજની સોલંકી વિગેરે સભ્યો હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રોજબરોજ માં આપણા ઘરમાં જે સારી કવોલિટીવાળા કપડાં હોય પરંતુ જે કોઈ કારણોસર આપણે પહેરતા નથી તેવા કપડાઓ બન્ને સંસ્થાના સભ્યોએ સોસાયટી અને મહોલ્લા વિસ્તારોમાંથી તેમજ સ્વેચ્છાએ દાનમાં આવેલ સાડી, પેન્ટ, શર્ટ, સ્વેટર, ડ્રેસ, ધાબળા તેમજ નાના બાળકો થી લઈને મોટા લોકો સુધીના 300 જોડી ઉપરાંત કપડાઓ એકત્રિત કર્યા હતા જે કપડાઓનું પાટણના સ્લમ વિસ્તારોમાં વિતરણ કરાયું હતું.