Western Times News

Gujarati News

પોર્ન સાઇટ્‌સનાં કારણે દેશમાં જાતીય શોષણનાં કેસો વધી રહ્યા છે: નીતિશ

ગોપાલગંજ, હૈદરાબાદમાં ૨૬ વર્ષીય વેટરનરી ડાક્ટરની સામૂહિક દુષ્કર્મ અને હત્યાનાં કેસમાં આરોપી પોલીસ ગઇ કાલે એન્કાઉન્ટરમાં શહીદ થઈ ગયા હતા. આ એન્કાઉન્ટરને લઈને તેલંગાણા પોલીસની આખા દેશમાં ચર્ચાઓ થઇ રહી છે. દેશમાં મહિલાઓની સલામતીનો મુદ્દો સળગી રહ્યો છે. દરમિયાન, બિહારનાં મુખ્યમંત્રીએ મહિલાઓ પર જાતીય શોષણનાં ગુના માટે પોર્ન વેબસાઇટ્‌સને દોષી ઠેરવી છે. નીતીશ કુમારે કહ્યું છે કે પોર્ન સાઇટ્‌સનાં કારણે દેશમાં જાતીય શોષણનાં કેસો વધી રહ્યા છે.

જલ-જીવન-હરિયાળી યાત્રાનાં ચોથા દિવસે મુખ્યમંત્રી નીતીશ કુમારે ગોપાલગંજમાં સભાને સંબોધન કરતાં કહ્યું હતું કે પોર્ન સાઇટ્‌સનાં કારણે દેશનાં યુવાનોની વિચારશક્તિ વિકૃત થઈ રહી છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે પોર્ન સાઇટ્‌સ પર પ્રતિબંધ લગાવવો જોઈએ. બિહાર સહિત દેશભરમાં પોર્ન સાઇટ્‌સ પર પ્રતિબંધ મૂકવો જોઇએ, જેથી બિહાર અને દેશનાં યુવાનો તે ગંદી વસ્તુઓ જોઈ ન શકે. આની યુવાનો પર નકારાત્મક અસર પડી રહી છે. નીતીશ કુમારે કહ્યું કે ટેકનોલોજીનાં બંને ફાયદા અને ગેરફાયદા છે. કેટલાક લોકો ટેક્નોલોજીનો દુરૂપયોગ કરી રહ્યા છે. તેઓ ગંદા કામ કરે છે અને તેને પોર્ન સાઇટ્‌સ પર અપલોડ કરે છે. છોકરીઓ સાથેનાં દુષ્કર્મનાં વીડિયો પોર્ન સાઇટ્‌સ પર લોડ કરી દે છે. તેનાથી યુવાનોની માનસિકતા બગડી રહી છે.

તેમણે કહ્યું કે દેશનાં નામને કલંકિત કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે, જેની અસર યુવા પેઢી પર સૌથી વધુ થઈ રહી છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે પોર્ન સાઇટ્‌સ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. સાથે જ તેમણે જાગૃકતા અભિયાન ચલાવવા અપીલ કરી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.