Western Times News

Gujarati News

લગ્ન દરમિયાન ડાન્સરે ડાન્સ બંધ કરી દેતા ગોળી મારી દીધી

લખનૌ, ઉત્તર પ્રદેશના  ચિત્રકૂટમાં એક ગામના પ્રધાનના પુત્રીના લગ્ન દરમિયાન ડાન્સ અંગે વિવાદ બાદ એક વ્યકિતએ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં ત્રણ લોકો દ્યાયલ થયા હતા. ઘાયલોમાં ડાન્સ હિના પણ છે. ડાન્સર હિનાને ચહેરા ઉપર ગોળી વાગી હતી. જેના પગલે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં લખનઉની હોસ્પિટલમાં દાખલ અકિલા કરવામાં આવી છે. આ ઘટનામાં અન્ય બે લોકો પણ ઈજાગ્રસ્ત થયા હતા.

આ દ્યટના ચિત્રકૂટના ટિકરા ગામમાં બની હતી. અહીં એક લગ્ન પ્રસંગના કાર્યક્રમમાં યુવતીઓનો ડાન્સ ચાલતો હતો ત્યારે ગ્રામ પ્રધાનના સંબંધીએ ડાંસ અંગે વિવાદ બાદ ફાયરિંગ કર્યું હતું. જેમાં ત્રણ લોકો દ્યાયલ થયા હતા. આ દરમિયાન એક ડાન્સર ગંભીર રૂપથી દ્યાયલ થઈ હતી. તેના ચહેરા ઉપર ગોળી વાગી હતી. અને બે લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ગંભીર રૂપથી દ્યાયલ મહિલાને પ્રયાગરાજની હોસ્પિટલમાં રેફર કરવામાં આવી હતી.

ત્યારબાદ તેને લખનઉ એસજીપીઆઈમાં દાખલ કરવામાં આવી હતી.મળતી માહિતી પ્રમાણે મરુ પોલીસ સ્ટેશનની હદમાં આવતું ટિકરા ગ્રામ પ્રધાન સુધીર સિંહની પુત્રીના લગ્ન હતા. જાન માનિકપુરથી ટિકરા ગામ પહોંચી હતી. જેમાં વર પક્ષ તરફથી ડાન્સ ગર્લને હમીરપુરથી બોલાવવામાં આવી હતી. કાર્યક્રમમાં બાર ગર્લ ડાન્સ કરી રહી હતી. ત્યારે જ ગ્રામ પ્રધાનના એક સંબંધી સ્ટેજ ઉપર ડાન્સ કરવા માટે પહોંચ્યો હતો.

ત્યારે ડાન્સર સાથે વિવાદ થયો હતો.યારબાદ તેણે ગેરકાનૂની રાખેલા તમંચાથી ફાયરિંગ કરવાનું શરૂ કર્યું હતું. જેમાં ડાન્સર હીનાને ગોળી વાગી હતી. જેથી ચહેરા ઉપર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. હીનાને મોંઢા ઉપર ગોળી વાગી હતી. આ ફાયરિંગમાં અન્ય બે લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી.યારબાદ તેણે ગેરકાનૂની રાખેલા તમંચાથી ફાયરિંગ કરવાનું શરૂ કર્યું હતું. જેમાં ડાન્સર હીનાને ગોળી વાગી હતી. જેથી ચહેરા ઉપર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. હીનાને મોંઢા ઉપર ગોળી વાગી હતી. આ ફાયરિંગમાં અન્ય બે લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.