Western Times News

Gujarati News

રેપિસ્ટોનુ એન્કાઉન્ટર કરનાર હૈદ્રાબાદ પોલીસ સામે 2 વકીલો સુપ્રીમ કોર્ટમાં ગયા

નવી દિલ્હી, હૈદ્રાબાદની મહિલા ડોક્ટર પર રેપ કરીને તેને જીવતી સળગાવનારા ચાર આરોપીઓનુ ગઈકાલે પોલીસે એ્ન્કાઉન્ટર કરીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. એ પછી આખા દેશમાં મોટાભાગના લોકો પોલીસની કામગીરીના વખાણ કરી રહ્યા છે ત્યારે કેટલાક બુધ્ધિજીવીઓને બળાત્કારીઓનુ એન્કાઉન્ટર કરવાની ઘટનાથી પેટમાં દુખી રહ્યુ છે.હવે બે વકીલો જીએસ મણિ અને પ્રદીપ કુમાર યાદવે આ એન્કાઉન્ટર સામે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. તેમણે અદાલતમાં કરેલી અરજીમાં કહ્યુ છે કે, 2014માં કોર્ટે આપેલી ગાઈડ લાઈનનુ પાલન કરાયુ નથી.આ અરજીમાં એન્કાઉન્ટરમાં સામેલ પોલીસ કર્મીઓ સામે પોલીસ ફરિયાદ કરવાની અને તપાસ કરીને કાર્યવાહી કરવાની માંગણી કરાઈ છે.

બીજી તરફ એન્કાઉન્ટરને લઈને દાખલ થયેલી વધુ એક પિટિશનમાં કોર્ટના માર્ગદર્શન હેઠળ સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ બનાવીને મામલાની તપાસ કરવાની માંગણી કરી છે.જેમાં સાંસદ જયા બચ્ચન સામે પણ હત્યાનુ સમર્થન કરવા બદલ કાર્વાહી કરવાની માંગણી પણ થઈ છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.