Western Times News

Gujarati News

બીજા તબક્કાના મતદાન દરમિયાન ઝારખંડમાં ગોળીબાર, એકનું મોત

બોકારો, ઝારખંડ વિધાનસભા ચૂંટણીની બીજા તબક્કાના મતદાન દરમિયાન આજે શનિવારે સવારે ગુમલા જિલ્લાના સિસઇ મતદાન કેન્દ્ર નંબર 36 પર  મતદાન કરવા આવેલા લોકો પર પથ્થરમારો થયો હતો અને ત્યારબાદ ગોળીબાર થયો હાેવાના અહેવાલ હતા.

ગોળીબારમાં એક વ્યક્તિનું મરણ થયું હોવાનું કહેવાય છે. સ્થાનિક લોકોએ એવી ફરિયાદ કરી હતી કે અમને મતદાન કરતાં અટકાવવા કેટલાંંક અનિષ્ટ તત્ત્વોએ પથ્થરમારો શરૂ કર્યો હતો.   પથ્થરમારો અટકાવવા પોલીસે ગોળીબાર કરવો પડ્યો હતો જેમાં એક વ્યક્તિનું મરણ થયું હોવાનું કહેવાય છે. ઘટનાના સમાચાર મળતાં તરત ચૂંટણી પંચના અધિકારીઓ ત્યાં જવા રવાના થઇ ગયા હતા.

ઝારખંડની ચૂંટણી ભાજપ માટે જીવનમરણના પ્રશ્ન જેવી છે. છેલ્લી ચૂંટણીમાં એટલે કે 2014માં ભાજપે ઝળહળતો વિજય મેળવ્યો હતો અને પાંચ વરસ રાજ કર્યું હતું. આ વખતે ભાજપની આંતરિક ખેંચતાણના પગલે કેટલાક વગદાર ભાજપી નેતાઓએજ મોવડી મંડળ સામે બળવો કર્યો હતો અને અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા. આ સંજોગોમાં ભાજપ માટે આ ચૂંટણી જીતવી ખૂબ મહત્ત્વની છે. રાજકીય પંડિતો માને છે કે ભાજપ માટે કપરાં ચઢાણ છે. કદાચ ખૂબ પાતળી બહુમતીથી જીતે તો જીતે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.