Western Times News

Gujarati News

રિલાયન્સ ‘જિયો એર ફાઇબર’ લોન્ચ કરશેઃ મુકેશ અંબાણી

Jio True 5G in 17states and 50 cities

નીતા અંબાણીનું રિલાયન્સના ડિરેક્ટરપદેથી રાજીનામું

(એજન્સી)મુંબઈ, મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની ૪૬મી વાર્ષિક સામાન્ય સભા આજે મળી હતી, જેમાં કેટલાક મહત્ત્વના ર્નિણયો લેવાયા હતા અને અગત્યની જાહેરાત થઈ હતી. નીતા અંબાણીએ બોર્ડ ઓફ ડિરેક્ટરના પદેથી રાજીનામું આપી દીધું છે,

જે બોર્ડે સ્વીકારી લીધું છે, સાથે જ રિલાયન્સનું સુકાન નવી પેઢીને સોંપવામાં આવ્યું છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીને બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂક મંજૂરી આપી છે.

મુકેશ અંબાણીએ સામાન્ય સભાને સંબોધતાં તેમણે કહ્યું હતું કે ભારતમાં વિશ્વનું નેતૃત્વ કરવાની ક્ષમતા છે. ભારત ન તો અટકે છે, ન થાકે છે કે ન હારે છે. પોતાના સંબોધનની શરૂઆતમાં તેમણે ચંદ્રયાન-૩ની સફળતાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
રિલાયન્સ છય્સ્ ૨૦૨૩ને સંબોધતાં મુકેશ અંબાણીએ ગ્રુપના બોર્ડમાં નોંધપાત્ર ફેરફારોની પણ જાહેરાત કરી હતી.

રિલાયન્સે રેગ્યુલેટરને આપેલી માહિતીમાં જણાવ્યું કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીને બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂક મંજૂરી આપી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી કંપનીની ૪૬મી એન્યુઅલ જનરલ મિટિંગ એટલે કે છય્સ્ને હોસ્ટ કરી રહ્યા છે.

અંબાણીએ ૧૯ સપ્ટેમ્બરે એટલે કે ગણેશચતુર્થી પર રિલાયન્સ ‘જિયો એર ફાઇબર ‘ લોન્ચ કરશે, એટલે કે વાયરલેસ ફાસ્ટ બ્રોડબેન્ડ મળશે. ગયા વર્ષે આરઆઈએલની ૪૫મી એજીએમમાં ??મુકેશ અંબાણીએ કહ્યું હતું કે આકાશ અને ઈશાએ જિયો અને રિટેલમાં નેતૃત્વની ભૂમિકા ભજવી છે. તેઓ શરૂઆતથી જ રિલાયન્સના કન્ઝ્‌યુમર બિઝનેસ સાથે સંકળાયેલાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.