Western Times News

Gujarati News

વન વિભાગની ભારે જહેમત બાદ દીપડો પાંજરે પૂરાયો

(એજન્સી)હિંમતનગર, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં દીપડાએ લોકોને પરેશાન કરી દીધા છે. અનેક વિસ્તારોમાં દીપડાએ દેખા દેવાને લઈ અને પશુઓનુ મારણ રહેણાંક વિસ્તાર નજીકથી કરવાને લઈ લોકોમાં ભયનો માહોલ ફેલાયેલો જાેવા મળી રહ્યો છે.

આ દરમિયાન વન વિભાગને હિંમતનગર નજીકના મનોરપુર અને દેસાસણ વિસ્તારમાંથી દીપડાને પાંજરે પુરવામાં સફળતા મેળવી છે. દીપડાને લઈ સ્થાનિક વિસ્તારના લોકોમાં ભય હતો અને હવે દીપડો પાંજરે પુરાતા રાહત સર્જાઈ છે.

હિંમતનગર શહેર અને આસપાસના વિસ્તારમાં છેલ્લા વીસ થી પચ્ચીસ દીવસથી દીપડાએ જાણે કે રીતસરનો ફફડાટ ફેલાવી દીધો છે. સાંજ પડતા જ અનેક વિસ્તારમાં અવરજવર નહીંવત બની જતી હતી. આ દરમિયાન દેસાસણ વિસ્તારમાં પણ દીપડો પશુનો મારણ કરતા ફફડાટ વ્યાપ્યો હતો.

આ દરમિયાન સ્થાનિકો દ્વારા સતત રજૂઆતો કરવામાં આવી રહી હતી કે, તેમને દીપડાના ભયથી મુક્ત કરાવવામાં આવે. આ માટે દીપડાને પાંજરે પુરવા માટે મનોરપુર અને દેસાસણ વિસ્તારમાં પાંજરુ ગોઠવવામાં આવ્યુ હતુ.

જાેકે દીપડાને પાંજરામાં પુરવો મુશ્કેલ લાગી રહ્યો હતો. આ દરમિયાન જ અચાનક જ દીપડો પાંજરામાં પુરાઈ જવા પામ્યો છે. વહેલી સવારે દીપડો વન વિભાગે ગોઠવેલા પાંજરામાં પુરાઈ જવા પામ્યો છે.

દીપડાના મારણ અને તેની ભૂખ સહિતની બાબતોને ધ્યાને રાખીને દીપડાને પાંજરે પૂરવા માટેની ગોઠવણ વનવિભાગ દ્વારા કરવામાં આવી હતી. પાંજરામાં એક બકરીને પણ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન બકરીનો શિકાર કરવા માટે આવેલો દીપડો આબાદ પૂરાઈ જવા પામ્યો હતો. બીજી તરફ બકરીને માટે પણ પાંજરામાં પ્રોક્ટશન હોવાને લઈ તેના બચવા સાથે દીપડો પુરાઈ જવા પામ્યો હતો.

જ્યારે દીપડો વિસ્તારમાં હોવાને લઈ લોકોમાં ફફડાટથી સાંજ પડતા લોકો ઘરના બહાર નિકળતા ડરતા, પરંતુ પાંજરે પુરાતા જ લોકોના ટોળા ઉમટ્યા હતા. દીપડાને જાેવા માટે પાંજરાની આસપાસ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.વન વિભાગ દ્વારા હવે દીપડાને સુરક્ષીત રીતે જંગલ વિસ્તારમાં છોડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દીપડાને હવે રહેણાંક વિસ્તારમાંથી હવે દૂર જંગલ વિસ્તારમાં છોડી મુકવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.