Western Times News

Gujarati News

બનાસકાંઠાનાં ગઠીયાએ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાનની લાલચ આપી ચાર લાખ પડાવ્યા

અમદાવાદ: સરકાર દ્વારા ગરીબો માટે રસ્તા દરે પોતાના મકાન માટેની સ્કીમો બહાર પાડવામાં આવી છે એ દિવસથી ગઠીયાઓ પણ સક્રીય થઈ ગયા છે અને પોતાની ઉચ્ચ અધિકારીઓ સાથે ઉઠક બેઠક હોવાની બડાશી મારી કેટલાય નાગરીકોને પોતાનુ ઘર અપાવવાની લાલચ આપી લાખો રૂપિયા ખંખેરી લેવામા આવ્યા છે આવી જ વધુ એક સ્કીમ શહેરનાં નાગરીકો સાથે દાંતીવાડાના ગઠીયાએ કહી છે અને કેટલાંક લોકોનાં રૂપિયા પડાવી લીધા છે. જયંતીભાઈ દેવાજી ઠાકોર (૩૬) કાંકરીયા વાણીજ્ય ભવન નજીક કર્ણમુક્તેશ્વર ફલેટમાં રહે છે


તે મૂળ દાંતીવાડા બનાસકાઠા વતની છે તેમના સાઢુ ભાઈની ચાની કીટલી હિરાભાઈ માર્કેટ કાકરીયા ખાતે આવેલી છે જ્યા મૂળ પાથવાડાના જયતીભાઈની ઓળખ ડાગીયા ગામ બનાસકાઠા પરેશ રમેશભાઈ ઠાકોર સાથે થઈ હતી આ પરેશે પોતાની મ્યુનિ. કોર્પોરેશનમા બેઠક છે અને ઉચ્ચ અધિકારીઓ સાથે ઓળખાણ છે.
ઉપરાંત પોતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો અપાવે છે તેવી વાતો કરી હતી જયંતીભાઈને પણ મકાન લેવાનુ હોવાથી પરેશે તેમને રૂપિયા ચાર લાખનાં બદલે મકાન અપાવી દેવાની લાલચ આપી હતી

તેમા આવી ગયેલા જયંતિભાઈએ પરેશને પ્રથમ રૂપિયા બે લાખ બાદમા દોઢ લાખ તથા છેલ્લે પચાસ હજાર રૂપિયા આપ્યા હતા જેના બદલે ગઠીયા પરેશે મ્યુનિ. કોર્પોરેશનમાં સિક્કાવાળી પહોચો નોટીસો ફાળવણી પત્રક વગેરે આપ્યા હતા. પરંત દિવસ બાદ પરેશે પોતાનો ફોન બંધ કરી દેતા જયંતિભાઈ તેને શોધતા શોધતા તેના ઘરે પહોચ્યા પરેશે પોતાની ઓળખાણમા અધિકારીની બદલે થઈ હોવાની વાત કરી તમામ રૂપિયા છ મહીનામા ચુકવી દેશે તેમ જણાવ્યુ હતુ આ ઘટના તેમણે મિત્રોને જાણવાતા બહારથી પરેશ ઠાકોરે અન્ય ઘણા નાગરીકોને પણ મકાનની લાલચ આપી ફસાવ્યા હોવાની વાત સામે આવી હતી જેના પગલે જયતિભાઈએ પરેશ વિરુદ્દ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ખાતે છેતરપીડીની ફરીયાદ નોધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.