Western Times News

Gujarati News

ભારતનો પહેલો સ્વદેશી પરમાણુ પ્લાન્ટ ગુજરાતમાં શરૂ થશે

સુરત, ગુજરાતમાં ૭૦૦ મેગાવોટ ક્ષમતાવાળા પહેલા સૌથી મોટા સ્વદેશી કાકરાપાર ન્યુક્લિયર વીજ પ્લાન્ટનું યુનિટ-૩ સંપૂર્ણ ક્ષમતાની સાથે કામ શરૂ કરી દીધું છે. કેએપીપી-૩ ૭૦૦ મેગાવોટ ક્ષમતાનો પ્રથમ સ્વદેશી દબાણયુક્ત હેવી વોટર રિએક્ટર છે.

એને ભારતીય વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો દ્વારા સ્વદેશી રૂપથી વિકસિત કરવામાં આવ્યો છે. ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિ.એ દેશભરમાં ૭૦૦ મેગાવોટના ૧૬ PHWR સ્થાપિત કરવાનું લક્ષ્યર રાખ્યું છે.

એમાંથી રાજસ્થાનના રાવતભાટા અને હરિયાણાના ગોરખપુર, મધ્ય પ્રદેશના ચુટકા, રાજસ્થાનના માહી બાંસવાડા અને કર્ણાટકના કૈગામાં ચાર મોટા પાયે ૧૦ સ્વદેશી રૂપથી વિકસિત પીએચડબલ્યુઆરના નિર્માણને મંજૂરી આપી દીધી છે.

ગુજરાતનો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કાકરાપાર તાપી નદી પર સુરતથી આશરે ૮૦ કિમી દૂર છે. પીએમ મોદીના ટ્‌વીટને લઈ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલનું મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરું છું. ૭૦૦ મેગાવોટ સાથે કાંકરાપાર યોજના હેઠળ શરૂ થયેલ પ્લાન્ટના કારણે વીજળીની જરૂરિયાત ઘર આંગણે પૂર્ણ થશે.

ઘર આંગણે પ્લાન્ટ શરૂ થવાથી આઠના બદલે દસ કલાક વીજળી મળી રહેશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, બહારથી વેચાતી લેવામાં આવતી વીજળીનું ઉત્પાદન હવે આપના ઘર આંગણે થશે. પ્લાન્ટ શરૂ થવાથી રાજ્યને મોટો ફાયદો થવાનો છે.

પ્રધાનમંત્રીએ સમયાંતરે વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોની ટીમને પ્રોત્સાહિત કર્યા છે. વૈજ્ઞાનિકોના કારણે કોવિડની રસી શોધી શક્યા, ચંદ્ર પર ચંદ્રયાનનું સફળ લેન્ડિંગ કરી શક્યા, ૭૦૦ મેગાવોટનો પ્લાન્ટ શરૂ કરી શક્યા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.