Western Times News

Gujarati News

લોગો ડિઝાઈનર્સને પ્રોત્સાહન આપવા ગુજરાત એગ્રોનો રચનાત્મક અભિગમ

ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના સહાયક અંગ એગ્રી બિઝનેસ એક્સ્ટેશન બ્યુરો (iNDEXTa)નો લોગો નક્કી કરવા માટે લોગો કોમ્પિટિશન, વિજેતા ઉમેદવારને મળશે રૂ.20,000નું ઈનામ

ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા વિજેતાની કૃતિનો ઉપયોગ સત્તાવાર વેબસાઇટ, બિઝનેસ કાર્ડ્સ, લેટરહેડ, પોસ્ટર્સ અને અન્ય સામગ્રી પર થશે

રાજ્ય સરકારે ઔદ્યોગિક વૃદ્ધિને પ્રોત્સાહિત કરવાની સાથે સામાજિક અને આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરવા માટે માટે ઈન્ડસ્ટ્રીયલ એક્સ્ટેન્શન બ્યુરો (iNDEXTb)ની સ્થાપના કરી છે. તે જ તર્જ પર એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં રોકાણ માટે ગુજરાતને શ્રેષ્ઠ વિકલ્પ તરીકે પુરવાર કરવાના ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના સહાયક તરીકે એગ્રી બિઝનેસ એક્સ્ટેશન બ્યુરો (iNDEXTa)ની સ્થાપના કરવામાં આવી રહી છે. જેનો લોગો નક્કી કરવા માટે ગુજરાત એગ્રોઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશને એક રચનાત્મક અભિગમ અપનાવ્યો છે.

ગુજરાતના લોગો ડિઝાઈનર્સ, આર્ટીસ્ટ અને સર્જનાત્મકતા ધરાવતા વિદ્યાર્થીઓની રચનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લઈને આવ્યું છે, લોગો કોમ્પિટીશન. GAIC દ્વારા લોકો કોમ્પિટીશન જાહેર કરવાની સાથોસાથ તેના માટે કેટલાક નિયમો અને શરતો પણ જાહેર કરવામાં આવ્યા છે. જે નીચે પ્રમાણે છે.

નિયમો અને શરતો

A. લોગો ડિઝાઇન માર્ગદર્શિકાઓ અને પરિમાણો:

1. લોગોમાં iNDEXTa નામ (સંક્ષિપ્તમાં અથવા અન્ય રીતે) સામેલ હોવું જોઈએ

2. લોગો યોગ્ય અને પ્રોફેશનલ હોવો જોઈએ.

3. લોગો ડિઝાઇન કરતી નીચેના પાસાઓને આવરી લેવા જરૂરી છે: –

a) કૃષિ અથવા બાગાયતના ઉત્પાદનો

b) કૃષિ અને ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્ર

c) નિકાસને સંલગ્ન

d) ઉદ્યોગસાહસિકતા

e) આરોગ્યપ્રદ આહાર

f) તંદુરસ્તી

B. મોકલવાની માર્ગદર્શિકાઓ:

1.      આ સ્પર્ધા માટેનું નોમિનેશન 12/09/2023 સુધીમાં મોકલવાનું રહેશે. મોડી આવેલી રજૂઆતો ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તમામ એન્ટ્રી https://forms.gle/EKQyRjaGAq7kf1dC7 પર નોંધાવવી કરવી આવશ્યક છે.

2.      વિજેતાની એન્ટ્રી જીએઆઇસી (GAIC) દ્વારા નક્કી કરાયેલા જરૂરી ફોર્મેટમાં સબમિટ કરવી જરૂરી છે.

3.      એક એન્ટ્રીમાં વધુમાં વધુ 5 લોગોને જોડી શકાય છે. વ્યક્તિ દીઠ એકથી વધુ રજૂઆતો સ્વીકાર્ય છે. દરેક સબમિશન અલગ ઇમેઇલ દ્વારા કરવાનું રહેશે.

4.      સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઈ ફી નથી.

5.      સ્પર્ધકોએ પુષ્ટિ કરવી જરૂરી છે કે તેમણે મોકલેલી કૃતિઓ તેમની પોતાની છે, અન્ય લોકો પાસેથી અથવા તેમની પોતાની અગાઉની ડિઝાઇનમાંથી નકલ કરવામાં આવી નથી, અને અન્ય કોઈ વ્યક્તિ અથવા સંસ્થાના ઈન્ટલેક્ચ્યુલ પ્રોપર્ટીના અધિકારોનું ઉલ્લંઘન કરતી નથી.

6.      સબમિશન કરાયેલી કૃતિ જીએઆઇસીની મિલકત બની જાય છે અને તેનો ઉપયોગ જીએઆઇસીના કોઇ પણ હેતુઓ માટે થઇ શકે છે, જેમાં વેબસાઇટ, બિઝનેસ કાર્ડ્સ, લેટરહેડ, પોસ્ટર્સ અને અન્ય સામગ્રી પર ડિસ્પ્લેનો સમાવેશ થાય છે.

7.      જીએઆઇસીને વિજેતાની કૃતિમાં પણ જરૂરી ફેરફાર તથા સુધારો કરવાનો અધિકાર રહેશે.

8.      જો વિજેતાએ કોઈ પણ નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાનું જણાશે તો ઈનામ એનાયત થયા પછી પણ ઈનામ પરત કરવું પડશે, અન્યથા જપ્ત કરવામાં આવી શકે છે.

9.      ભાગ લેનારા લોકો વધુ વિગતો માટે અમારી https://gaic.gujarat.gov.in/index.htm વેબસાઈટ પર મુલાકાત લઈ શકે છે. તથા કોઈ પણ પ્રશ્ન માટે  [email protected] પર સંપર્ક કરી શકે છે.

C. વિજેતા અને પુરસ્કારનો નિર્ણયઃ

1.      વિજેતા પ્રવેશની પસંદગી જીએઆઈસીના સભ્યોની બનેલી પેનલ દ્વારા કરવામાં આવશે. તેમનો નિર્ણય આખરી રહેશે અને આગળ કોઈ પત્રવ્યવહાર માન્ય રખાશે નહીં.

2.      એન્ટ્રીઝને તેમની વિઝ્યુઅલ અપીલ, સ્પર્ધાને પ્રોત્સાહિત કરતા ખ્યાલને વળગી રહેવા, ડિઝાઇનની ગુણવત્તા અને જણાવેલ હેતુઓ માટે કૃતિની ઉપયોગિતાના આધારે નક્કી કરવામાં આવશે.

3.      વિજેતા થનારને રૂ. ૨૦,૦૦૦/- નું ઈનામ આપવામાં આવશે. આ ઇનામ એન્ટ્રી મોકલનાર ટીમના કદને અનુરૂપ બદલાશે નહીં, સમાન રહેશે.

4.      વિજેતાને ઇમેઇલ તથા સોશિયલ મીડિયા પેજથી સુચિત કરવામાં આવશે.

D. અસ્વીકાર:

1.      જીએઆઇસી (GAIC) ખોવાયેલી, મોડી, ગેરમાર્ગે દોરાયેલી, અધૂરી, ગેરવાજબી, અથવા બિનઉપયોગી એન્ટ્રીઓ માટે જવાબદાર નથી, જેમાં કમ્પ્યુટર, ઇન્ટરનેટ અથવા ઇલેક્ટ્રોનિક તકનીકી સમસ્યાઓના કારણે ન મળી હોય તેવી એન્ટ્રી માટે પણ જવાબદાર નથી.

2.      જીએઆઇસીને (GAIC) સ્પર્ધાને રદ કરવાનો કે તેમાં ફેરફાર કરવાનો અને વૈકલ્પિક માધ્યમથી ઇનામ આપવાનો અધિકાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.