Western Times News

Gujarati News

ચીનના રાષ્ટ્રપતિની આડોડાઈઃ G20 સમિટમાં નહીં આવે

File Photo

નવી દિલ્હી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ચાલુ અઠવાડિયે નવી દિલ્હીમાં યોજાવા જઈ રહેલી જી-૨૦ સમિટમાં ભાગ નહીં લે અને તેમની જગ્યાએ ચીનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વડાપ્રધાન લી કિયાંગ કરશે.

વિદેશ મંત્રાલયે સોમવારે આ જાહેરાત કરી હતી. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે જણાવ્યું કે ભારત સરકારના આમંત્રણ બાદ વડાપ્રધાન લી કિયાંગ ૯-૧૦ સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાનાર ૧૮મી જી-૨૦ સમિટમાં જાેડાશે. અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાયડેન આગામી જી-૨૦ સમિટમાં ભાગ લેવા માટે ૭ સપ્ટેમ્બરે દિલ્હી આવવાના છે.

જી-૨૦ સમિટની તડામાર તૈયારીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ભારત આવશે

નવી દિલ્હી, જી-૨૦ સમિટમાં ભાગ લેવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડન ભારતની મુલાકાતે આવવાનાં છે ત્યારે દિલ્હી સહિત દેશભરમાં જી-૨૦ સમિટની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સુરક્ષાના ચાંપતા બંદોબસ્ત વચ્ચે આ બેઠક યોજાવાની છે

ત્યારે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ જી-૨૦ બેઠકમાં હાજર રહેવાનાં નથી. આ બેઠકમાં રશિયા-યુક્રેન યુદ્ધ સહિતના મુદ્દા પર ચર્ચા થશે. જેના પર વિશ્વભરનાં દેશોની નજર મંડાયેલી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઇડન ભારત પ્રવાસે આવશે. બાઇડન જી-૨૦ સમિટના બે દિવસ પહેલાં ૭ સપ્ટેમ્બરે ભારત આવશે. આ પહેલીવાર હશે જ્યારે કોઈ અમેરિકાના રાષ્ટ્રપતિ ચાર દિવસ માટે ભારતમાં હશે. જી-૨૦ સમિટ ૯ અને ૧૦ સપ્ટેમ્બરે યોજાશે.

જી-૨૦ સમિટમાં બાઈડન સહીત દુનિયાભરના નેતાઓ ભાગ લેવાના છે. ભારત પ્રવાસ અંગે પત્રકારોએ બાઈડનને સવાલ કરતા પુછ્યુ કે શું આપ ભારત પ્રવાસ અંગે આતુર છો? આ સવાલના જવાબમાં બાઈડને કહ્યું- હાં, હું મારા ભારતની મુલાકાત લેવા માટે આતુર છું.

અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઇડેને પોતાના ભારત પ્રવાસ અંગે જણાવ્યું છે કે હું ભારત પ્રવાસે જવા માટે આતુર છું. વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ બાઇડન જી-૨૦ સમિટની શરૂઆતના બે દિવસ પહેલાં ભારત પહોંચશે અને આ પ્રવાસ લગભગ ચાર દિવસનો હશે. આ દરમિયાન બાઇડન અને વડાપ્રધાન બે વખત વાતચીત કરી શકે છે.

અમેરિકી સરકાર આ મુલાકાતને ઘણું મહત્ત્વ આપી રહી છે. આ દરમિયાન વ્યાપાર અને સંરક્ષણ સિવાય સાયબર સિક્યોરિટી સંબંધિત કેટલાક મહત્ત્વના કરારો થઈ શકે છે. ૨૦૨૬માં અમેરિકામાં જી-૨૦ સમિટ યોજાશે. વડાપ્રધાન મોદી તેમની અધ્યક્ષતા રાષ્ટ્રપતિ બાઇડનને સોંપશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના જી-૨૦ સમિટમાં ભાગ ન લેવા બાબતે નિરાશા વ્યક્ત કરી છે. આ સમિટ નવી દિલ્હીમાં ૯ થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. અમેરિકન ન્યૂઝ વેબસાઈટ ધ હિલના રિપોર્ટ અનુસાર, બાઈડને કહ્યું- ‘હું આ જાણીને ખૂબ નિરાશ છું કે જી-૨૦ સમિટમાં જિનપિંગ ભાગ લેવાના નથી.

બાઈડેને કહ્યું કે હું જરુરથી તેમને મળીશ. જાે કે બાઈડને તે જણાવ્યું નથી કે તેઓ શી જિનપિંગને ક્યારે અને ક્યાં મળશે. હાલના મીડિયા રિપોર્ટ મુજબ જિનપિંગ ઉપરાંત રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પણ જી-૨૦ શિખર સંમેલનમાં ભાગ લેશે નહીં.

ન્યૂઝ એજન્સી એએફપીના અહેવાલ અનુસાર, વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને કહ્યું કે, બાઇડનની આ મુલાકાત દરમિયાન રશિયા-યુક્રેન યુદ્ધ, જળવાયુ પરિવર્તન અને ગરીબીનો સામનો કરવા માટે વિશ્વ બેંકની ક્ષમતા વધારવા પર ચર્ચા થશે. જી-૨૦ સમિટ દરમિયાન વ્યાપાર અને સંરક્ષણ ઉપરાંત ભારત અને અમેરિકા વચ્ચે સાયબર સુરક્ષા સાથે સંબંધિત કેટલાક મહત્ત્વપૂર્ણ કરાર થઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.