Western Times News

Gujarati News

શાહરુખ ખાનની ફિલ્મ “જવાન”નો શા માટે થઈ રહ્યો છે બાંગ્લાદેશમાં વિરોધ

ફિલ્મ જવાનનું 5 લાખ ટિકિટોનું એડવાન્સ બુકિંગ ભારતમાં થયું છે. પરંતુ બાંગ્લાદેશમાં વિરોધના પગલે ફિલ્મ રીલીઝ થશે કે નહિં તે અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. 

મુંબઈ, શાહરુખ ખાનની ફિલ્મ “જવાન”નો  બાંગલાદેશમાં વિરોધ થઈ રહ્યો છે.  બંગલાદેશમાં બૉલીવુડ ફિલ્મ ‘જવાન’ના વર્ણન સ્થાનિક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચર્ચા થઈ રહી છે.  આલોચકોનો પ્રશ્ન છે કે SAFTA (SOUTH ASIAN FREE TRADE AREA)  સમજૂતી રહી રહી છે કે તે હેઠળ ખરાબ પ્રદર્શન કરતી લોકલ ફિલ્મને હાઈ બજેટવાળી બૉલીવુડ ફિલ્મના રીલીઝ થવાથી ઉતારી  દેવામાં આવે છે અથવા રીલીઝ પાછળ ધકેલી દેવામાં આવે છે.

બાંગ્લાદેશની  બ્લોકબસ્ટર બે આશાસ્પદ ફિલ્મો હતી, ‘અંતરજલ’, દીપાંકર દીપનની સાયબર-ક્રાઇમ થ્રિલર અને ‘દુશ્શાહોશી ખોકા’, મુશફિકુર રહેમાન ગુલઝાર દ્વારા બંગબંધુ શેખ મુજીબુર રહેમાન પર સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ બાયોપિક. બંને ફિલ્મો 8 સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી પરંતુ હવે તેને મોકૂફ રાખવામાં આવી છે. આ પગલાથી  બાંગ્લાદેશ સ્થાનિક ઉદ્યોગ પર વિદેશી ફિલ્મોની અસર વિશે વિવાદ થયો છે.

જવાન મુવીએ પહેલાં દિવસે ભારતમાં ૫,૦૦,૦૦૦ ટિકિટોનું એડવાન્સ બુકિંગનો આંકડો પાર કરી દીધો છે. નેશનલ મલ્ટીપ્લેક્સની વાત કરવામાં આવે તો જવાનના એડવાન્સ બુકિંગમાં ટિકિટો બુક થઇ ગઇ છે.

આ બધી કુલ મળીને ૨,૨૮,૫૩૮ ટિકિટ બુક થઇ ચુકી છે. ત્યારબાદ મનોજ બજયબાલને બ્રેક અપ આપતા આંકડાઓને લઇને વાત કરી છે કે, સિટી વાઇસ બધા થિએટરમાં દિલ્હી એનસીઆર-૩૯,૫૩૫(૧.૯૧ કરોડ રૂપિયા), મુંબઇ- ૩૯,૬૦૦(૧.૫૭ કરોડ રૂપિયા),

બેંગલોર-૩૯,૩૨૫(૧.૪૨ કરોડ રૂપિયા), કોલકતા ૪૦.૦૩૫(૧.૧૬ કરોડ રૂપિયા) એમ પૂરા ભારતમાં બ્લોક સીટોને છોડીને અત્યાર સુધીમાં ૧૪ થી ૧૭ કરોડ રૂપિયાની ૫,૧૭,૭૦૦ થી પણ વધારે ટિકિટ વેચાઇ ગઇ છે.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પણ ટિ્‌વટ કરીને જવાનનું એડવાન્સ બુકિંગ અને અલગ-અલગ શહેરોમાં સવારમાં શોના વિશે જાણકારી આપી છે. એમના જણાવ્યા અનુસાર જવાન નેશનલ ચેન્સમાં જબરજસ્ત રીતે પ્રોગ્રેસ કરી રહી છે. નોન નેશનલ ચેન્સમાં જવાનના એડવાન્સ બુકિંગના આંકડા જાેરદાર છે…દિલ્હી, બિહાર, રાજસ્થાન અને હિન્દી બેલ્ટમાં સિંગલ સ્ક્રીન અસાધારણ પરિણામ જાેવા મળ્યા.

આમ, જે લોકો જવાન મુવીનું એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે એ રીતે જવાનને બોક્સ ઓફિસ પર બહુ સારું પરફોર્મ કરશે એવું લાગી રહ્યું છે. શાહરુખે બ્લોકબસ્ટર સ્પાઇ ફિલ્મ પઠાની સાથે સતત બીજી વાર ૧૦૦ કરોડની ઓપનિંગ કરશે એવું માનવામાં આવી રહ્યુ છે. કહેવાય છે કે જવાન શાહરુખ ખાન માટે વર્ષની ૧૦૦૦ કરોડ કમાણી કરનાર એક બીજી ફિલ્મ બની શકે છે.

જવાન મુવીમાં નયનતારા, વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા, પ્રિયામણિ, સુનીલ ગ્રોવર, યોગી બાબુ અને રિધી ડોગરા સહિત બીજા પણ અન્ય કલાકારો છે. આ ફિલ્મ હિન્દી, તેલુગુ અને તમિલ સિનેમાઘરોમાં રિલીઝ થશે. જવાન મુવીના ફિલ્મના ટ્રેલરની વાત કરીએ તો ૩૧ ઓગસ્ટના દિવસે રિલીઝ થયુ હતુ. જાે કે થોડા જ કલાકમાં અધધધ..લોકોએ આ ટ્રેલરને જાેઇ લીધુ હતુ અને સોશિયલ મિડીયામાં ચારે બાજુ ચર્ચાઓ થવા લાગી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.