Western Times News

Gujarati News

તુષાર કપુર ૨૨ વર્ષ પછી પણ કરી રહ્યો છે સ્ટ્રગલ

મુંબઈ, જિતેન્દ્રના પુત્ર તુષાર કપૂરે ૨૨ વર્ષ પહેલાં ફિલ્મી દુનિયામાં પગ મૂક્યો હતો. તેની આખી કારકિર્દીમાં તેણે હીરો તરીકે માત્ર બે-ત્રણ હિટ ફિલ્મો આપી છે. બાકીની સફળ ફિલ્મોમાં તે માત્ર સહાયક ભૂમિકામાં જ જાેવા મળ્યો છે. બે દાયકાની કારકિર્દીમાં, તુષાર કપૂરની મોટાભાગની ફિલ્મો બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી છે, જેના કારણે નિર્માતાઓને ભારે નુકસાન થયું છે.

આજે અમે તમને જીતેન્દ્રના પુત્ર તુષાર કપૂરની ફિલ્મી સફર વિશે જણાવીશું. તુષાર કપૂરે વર્ષ ૨૦૦૧માં ફિલ્મ ‘મુઝે કુછ કહેના હૈ’થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આમાં તેણે કરીના કપૂર સાથે કામ કર્યું હતું. તુષાર કપૂરની આ ડેબ્યૂ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી.

સતીશ કૌશિક દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું બજેટ માત્ર ૭ કરોડ રૂપિયા હતું અને તેણે ૩૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પહેલી ફિલ્મ ‘મુઝે કુછ કહેના હૈ’ પછી તુષાર કપૂરનું કરિયર સંપૂર્ણપણે પાટા પરથી ઉતરી ગયું હતું. તેની ‘ક્યા દિલ ને કહા’, ‘જીના ર્સિફ મેરે લિયે’, ‘કુછ તો હૈ’ ફ્લોપ રહી હતી. તે જ સમયે, ‘યે દિલ’, ‘શર્ટ’ અને ‘ઇન્સાન’ જેવી ફિલ્મો ડિઝાસ્ટર સાબિત થઈ.

જાે કે, વર્ષ ૨૦૦૫ અને ૨૦૦૬ તુષાર કપૂર માટે સારા સાબિત થયા. ‘ક્યા કૂલ હૈ હમ’ અને ‘ગોલમાલ’ બંને હિટ રહી હતી. વર્ષ ૨૦૦૭ થી ૨૦૦૯ સુધી તુષાર કપૂરની ૧૦ ફિલ્મો રિલીઝ થઈ હતી, જેમાં ‘ગોલમાલ રિટર્ન્સ’ હિટ સાબિત થઈ હતી અને ‘શૂટઆઉટ એટ વડાલા’ સેમી-હિટ સાબિત થઈ હતી. આ ત્રણ વર્ષમાં તુષાર કપૂરની એક-બે ફિલ્મો સરેરાશ રહી, જ્યારે બાકીની બધી બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પડી.

તુષાર કપૂર છેલ્લે વર્ષ ૨૦૧૭માં ‘ગોલમાલ રિટર્ન્સ’માં જાેવા મળ્યો હતો, જેમાં તેણે અજય દેવગન, તબ્બુ, શ્રેયસ તલપડે અને અરશદ વારસી સાથે કામ કર્યું હતું. રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી.

આ ફિલ્મે વિશ્વભરમાં ૩૦૦ કરોડથી વધુનું કલેક્શન કર્યું હતું. શરૂઆતમાં તુષાર ઘણી ફિલ્મોમાં હીરોની ભૂમિકામાં જાેવા મળ્યો હતો, પરંતુ ધીમે ધીમે હવે તે સહાયક અભિનેતા બની ગયો છે. બે-ત્રણ ફિલ્મો સિવાય તુષાર કપૂરની એવી ફિલ્મો સફળ રહી છે, જેમાં તે હીરો નહીં પણ કોઈ અન્ય હતો. આ રીતે તુષાર કપૂરનું બોલિવૂડ કરિયર કંઈ ખાસ રહ્યું નથી. પિતા જીતેન્દ્ર તેમના જમાનાના સુપરસ્ટાર હતા અને તુષાર આજે પણ પોતાનું સ્થાન હાંસલ કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.