USAમાં ગેલેક્સી રોબોટનો ઉપયોગ કરનાર ડો. પ્રિયા પટેલ વિશ્વના પ્રથમ મહિલા તબીબ
(પ્રતિનિધિ) આણંદ, મૂળ ચરોતર પંથકના વતની જે.ડી. પટેલ બિલ્ડર પરિવારના પુત્રી અને અમેરિકામાં સ્થાયી થયેલા ડો. પ્રિયા પટેલે વિદેશની ધરતી પર મેડિકલ ક્ષેત્રે ડંકો વગાડ્યો છે.
અમેરિકામાં વર્જિનિયા ફેરફક્સ ખાતે ઈનોવા હેલ્થ એન્ડ સ્કાર કેન્સર ઈન્સ્ટિટયૂટમાં ઈન્ટરવેન્શનલ પલ્મોનોલોજિસ્ટ તરીકે કાર્યરત ડો. પ્રિયા પટેલ ગેલેક્સી રોબોટનો ઉપયોગ કરનાર વિશ્વના પ્રથમ મહિલા તબીબ છે.
જે.ડી.પટેલ બિલ્ડર પરિવારના ડો. પ્રિયા પટેલ, પંકજભાઈ ડી. પટેલ તથા શ્રીમતી મીનાબેન પી. પટેલના દીકરી તેમજ ડાહ્યાભાઈ દેસાઈભાઈ પટેલ કણજરીના પૌત્રી જેઓએ વિદેશની ધરતી પર ચરોતર પંથક સહિત ભારતનું ગૌરવ વધાર્યું છે. ડો. પ્રિયા પટેલ એક ઈન્ટરવેન્શનલ પલ્મોનોલોજિસ્ટ છે
જે ઈન્ટરવેન્શનલ પલ્મોનોલોજી, પલ્મોનરી ડિસીઝ, ક્રિટિકલ કેર ઈન્ટરનલ મેડિસિનમાં બોર્ડ સીર્ટિફાઈડ છે. ૯ વર્ષથી વધુના ક્લિનિકલ અનુભવ સાથે તેણી ર૦ર૦માં ઈનોવા હેલ્થ સિસ્ટમમાં જાેડાયા હતા. ડો. પ્રિયા પટેલનું પ્રાથમિક ધ્યાન ઈન્ટરવેન્શનલ પલ્મોનોલોજીની આસપાસ ફરે છે
જેમ કે લવચીક/ કઠોર બ્રોન્ક્રોસ્કોપી, ઈલેકટ્રોમેગ્નેટિક નેવિગેશન અને રોબોટિક બ્રોક્રોસ્કોપી, એન્ડોબ્રોન્ચિયલ અલ્ટ્રાસાઉન્ડ બ્રોન્કોસ્કોપી (ઈબીયુએસ), મેડિકલ થોરાકોસ્કોપી (પ્લ્યુરોસ્કોપી), ટનેલ અને વેલેન્ટેડ પ્લોકોસ્કોપી, એન્ડોબ્રોન્શિયલ પ્લેસ્યુલેશન અને વેલ્યુએન્ડ્રોમ્સ, ગેસ્ટ્રોસ્ટોમી ટયુબ પ્લેસમેન્ટ વગેરેમાં રસ દાખવે છે.