કેન્દ્ર સરકાર GSTમાં મોટા ફેરફારો કરવાની તૈયારીમાં
નવી દિલ્હી, કેન્દ્ર સરકાર જીએસટી વ્યવસ્થામાં મોટા પરિવર્તનની તૈયારી કરી રહી છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, જીએસટી ડ્રોમાં પરિવર્તનથી માંડીને રાજયોના નુકશાન ભરપાઈથી ઉપજેલા તનાવનો હલ કરવાની યોજના પર સરકાર કામ કરી રહી છે. જીએસટી વ્યવસ્થાથી રાજયોને થઇ રહેલા નુકશાનનું સમાધાન કરવા માટે મંત્રીઓનો સમૂહ બનાવવામા આવ્યો છે. સમૂહની જવાબદારી કેન્દ્ર અને રાજયસરકાર વચ્ચે જીએસટીને થતા નુકશાનના મુદ્દા પર આવેલા તણાવને દૂર કરવાની હશે.
આઠ સભ્યોની ટીમની અધ્યક્ષતા ખુદ નાણાંમંત્રી નિર્મલા સીતારમન કરશે. મંત્રીઓનો સમુહ આઇજીએસટીની રકમની સ્થિતિની જાણકારી મેળવશે અને તેઈ સાથે જોડાયેલા ન્યાય સંગત નિર્ણયની જાણકારી મેળવશે. સીતારમણ ઉપરાંત આ સમૂહમાં રાજયો તરફથી મંત્રીઓને સામેલ કરવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, ડિસેમ્બરમાં થનારી બેઠકમાં કેન્દ્ર અને રાજયના પ્રતિનિધિઓની સાથે રાજયોના નુકશાનના મામલે એક નોટિફિકેશન તૈયાર કરવામાં આવી છે. જીએસટી લાગુ થયા બાદ હજારો વસ્તુઓ પર લગતા ટેક્ષમાં દ્યટાડો થઇ જેનાથી પ્રભાવી ટેક્ષ રેટ દ્યટીને ૧૧.૬ ટકા પર પહોંચી ગયો છે. તેનાથી ટેક્ષથી પ્રાપ્ત થતી રકમમાં વર્ષના અંદાજે બે લાખ કરોડ રૂપિયાનો દ્યટાડો થયો છે. તેનાથી સરકાર પર દબાણ વધ્યો છે. કેન્દ્ર સરકાર તરફથી દરેક રાજયોને પાત્ર લખીને ડ્રોમાં બદલાવ કરવા પર મંતવ્યો મંગાવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ,સરકાર આ દિશામાં ટેક્ષ સ્લેબને બદલી શકે છે. પાંચ ટકા સ્લેબની જગ્યાએ છ ટકા સ્લેબને શરૂ કરવામાં આવે.એટલું જ નહીં સરકાર કેટલીક એવી વસ્તુને જીએસટીના દાયરામાં લાવવા પર વિચાર કરી રહી છે જે હાલમાં નથી