Western Times News

Gujarati News

તસ્કરોએ ફરી એક વખત ATMને ટાર્ગેટ કરી 10 લાખની લૂંટ કરી

પ્રતિકાત્મક

રૂ. ૧૦ લાખથી વધુની રોકડની ચોરી

અમદાવાદ, અમદાવાદ શહેરમાં ગણતરીની મિનિટમાં એક બેંકનું એટીએમ મશીન તોડીને તસ્કરો લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થયા છે. તસ્કરોએ ગેસ કટરથી એટીએમ મશીન તોડ્યું અને રૂપિયા લઈ ગયા તેમજ ગેસનો બાટલો અને કટર મૂકી ગયા. જાે કે તસ્કરોએ સીસીટીવીથી બચવા સ્પ્રે માર્યો હતો. The smugglers once again targeted the ATM and looted 10 lakhs

જાેકે પોલીસે એટીએમચોરી મામલે તસ્કરોની મોડ્‌સ ઓપરેન્ડીને લઈને તપાસ શરૂ કરી. મેઘાણીનગર વિસ્તારમાં આવેલા ઇન્ડ્‌સ બેંકમાં એટીએમ માંથી તસ્કરો રૂ. ૧૦ લાખથી વધુની રોકડની ચોરી કરીને ફરાર થઈ ગયા. ભાર્ગવ રોડ પર આવેલી ઈન્ડસ્‌ બેંકના એટીએમમાં ૨ ઈસમોએ પ્રવેશ કર્યો.

તેઓ ગેસનો બાટલો અને કટર પણ સાથે લઈને અંદર પ્રવેશ કર્યો. ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ ના થાય માટે તેઓએ પહેલા સીસીટીવી કેમેરા પર સ્પ્રે છાંટી દીધું અને ત્યાર બાદ એટીએમમશીનને ગેસ કટરથી કાપીને મશીન તોડી દીધું હતું.જે બાદ મશીનમાં રહેલા રોકડ રૂપિયા લઈ ફરાર થઇ ગયા હતા.

જાે કે એટીએમ મશીન તોડવા માટે લાવેલા ગેસ કટર અને સિલિન્ડરનો બાટલો મુકીને તસ્કરો નાસી ગયા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતા મેઘાણીનગર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી.પોલીસ તપાસ કરતા એટીએમ મશીનમાં પ્રવેશ કરતા ૨ શખ્સો સીસીટીવીમાં કેદ થયા હતા.

જેમાં એક શખ્સ મોઢે રૂમાલ બાંધી એટીએમમાં રહેલ સીસીટીવીને સ્પ્રે મારે છે. જ્યારે અન્ય શખ્સ ગેસ કટર લઈ એટીએમમશીનમાં આવીને માત્ર ૧૯ મિનિટમાં એટીએમ મશીનને તોડી રોકડ રૂપિયા લઈ ફરાર થઈ જાય છે. આ ઘટનામાં ફરી એક વખત બેંકની બેદરકારી સામે આવી છે. કારણ કે એટીએમ મશીન તૂટ્યા બાદ પણ એલાર્મ વાગ્યું નહતું.

પરંતુ એટીએમ મશીનની એક્ટિવિટી બંધ થઈ જતા મુંબઈની બ્રાન્ચએ અમદાવાદની ઈન્ડ્‌સ બેંકની બ્રાન્ચમાં જાણ કરતા ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું.પોલીસને પ્રાથમિક તપાસમા તસ્કરો ગુજરાતની બહારના હોય અને બેંકના એટીએમની રેકી કરીને ચોરીને અંજામ આપ્યો હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.

શહેરના મોટા ભાગના એટીએમ મશીન સિક્યુરિટી ગાર્ડ વગર ના હોવાના કારણે તસ્કરો ચોરી કરવામાં સફળ બને છે. આ કેસમાં પણ ઇન્ડસ્‌ બેંકના એટીએમ ની બહાર સિક્યુરિટી ગાર્ડ નહિ હોવાથી તસ્કરોએ ગણતરીની મિનિટોમાં ચોરી કરી ફરાર થઇ ગયા.

એટલું જ નહીં ૪ દિવસ પહેલા જ આ એટીએમ મશીનમાં ૧૫ લાખ રૂપિયાની રોકડ ભરી હતી. પહેલાં આ એટીએમબંધ હાલતમાં હતું. જેથી તસ્કરો રેકી કરીને ચોરીને અંજામ આપ્યો હોવાની શકયતાને લઈને પોલીસે જુદી જુદી ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.