સુરતમાં બનેલી સોલાર પેનલ સાઉદી અરેબીયા નિકાસ કરાશે
 
        પ્રતિકાત્મક
સુરત, એક સમય હતો જ્યારે સાઉદી પાસેથી તેલ ખરીદવા માટે દુનિયાભરના દેશો લાઈન લગાવતા હતા. સમય બદલાયો અને સાઉદીને ઊર્જાનું વેચાણ કરવા માટે તેલ ખરીદનારા દેશો ગર્વ ભેર આગળ વધી ર હ્યા છે. તાજેતરમાં જ જી-ર૦ સમિટમાં સાઉદીની સોલાર ઊર્જાની જરૂરિયાત વિશે લાંબી ચર્ચા થઈ હતી.
જેમાંથી એવો નિષ્કર્ય નીકળ્યો કે ભારત સાઉદી અરેબિયાને સૌર ઊર્જાની સપ્લાય કરશે. આ માટે સોલાર પેનલ અને તેને લગતી ટેકનોલોજીની સપ્લાય શરૂ કરાશે. સુરતની કંપની આ દિશામાં આગળ વધી હોય તેમ સાઉદીના એક કંપની સાથે એમઓયુ કરી સોલાર પેનલ નિકાસ કરવાનો કાર્યક્રમ ઘડ્યો છે.
સોલાર પેનલનું ઉત્પાદન કરતી સુરતની ગોલ્ડી સોલારે સાઉદી અરેબિયાની કંપની ડેઝર્ટ ટેકનોલોજીસ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. કંપનીનો ઉદ્દેશ્ય ભારત અને સાઉદી અરેબિયા નવીનીકરણીય ઊર્જાની તકોને વધારવાનો છે. એમઓયુની શરતો હેઠળ ગોલ્ડી સોલાર ટીઓપીસીએન/એચજેટી ટકનાલોજીની ઓફર કરશે.
પ્રાથમિક ઉદ્દેશોમાંનો એક પીવી મોડ્યુલ ઉત્પાદન, પીવી સેલ ઉત્પાદન, ઈવીએ એન્કેપ્સ્યુલન્ટસ અને બેંક સિટસ ઉત્પાદન માટે મૂળ સાધન ઉત્પાદક (ઓઈએમ) પુરવઠો પ્રસ્થાપિત કરશે. એવું કહેવાશે કે આ સમજૂતી કરાર બાદ સુરતમાં ઉત્પાદિત થતી સોલાર પેનલ સાઉદી અરેબિયામાં નિકાસ કરી શકાશે.
એક વખત નિકાસ શરૂ કરાયા બાદ કંપનીએ સાઉદીની જરૂરિયાતના મોટા જથ્થાનું સાઉદીમાં જ ઉત્પાદન કરવા માટે ત્યાં પ્લાન્ટ નાખવાનો ઈરાદો રાખ્યો છે.

 
                 
                 
                