રો એજન્ટ બની નેટફ્લિક્સ પર આવશે અભિનેત્રી તબ્બુ
મુંબઈ, તબ્બુ અને અલી ફઝલની નવી ફિલ્મ ખુફિયાનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ થોડી મિનિટોના ટ્રેલરમાં તમને તબ્બુ અને અલી ફઝલનો એવો લુક જાેવા મળશે જે તમને આશ્ચર્યચકિત કરી દેશે. આ સ્પાય થ્રિલર ફિલ્મમાં તબ્બુ રોની એજન્ટ બની છે જ્યારે અલી ફઝલ દેશદ્રોહીના રોલમાં છે. તબ્બુ આ દેશદ્રોહીથી દેશને કેવી રીતે બચાવે છે તે એક ટોપ સિક્રેટ છે.
ફિલ્મ ‘ખુફિયા’ના ટ્રેલરમાં તબ્બુ અને અલી ફઝલનો જબરદસ્ત અભિનય જાેવા મળશે. ટ્રેલરમાં તબ્બુ દેશના ગદ્દારોને પકડવાની રેસમાં લાગેલી છે. આ ફિલ્મ એસ્કેપ ટુ નો વ્હેર નામના પુસ્તક પર આધારિત છે. આ ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે તબ્બુ એક ખતરનાક મિશન પર છે અને દેશના દુશ્મનોને પકડવાનો પ્રયાસ કરી રહી છે. આ ફિલ્મનું નિર્દેશન વિશાલ ભારદ્વાજે કર્યું છે.
ફિલ્મ ખુફિયા ૫ ઓક્ટોબરે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. આ ફિલ્મનું ટ્રેલર જાેયા પછી ચાહકો તબ્બુ અને અલી ફઝલના વખાણ કરી સોશિયલ મીડિયા પર સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, વિશાલ ભારદ્વાજ અને તબ્બુ ડેડલી કોમ્બિનેશન.
અન્ય એક યુઝરે લખ્યું છે, આ એક માસ્ટરપીસ છે. આવી ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થવી જાેઈએ. આ પહેલા તબ્બુની ફિલ્મ ભોલા રિલીઝ થઈ હતી. જેમાં પણ તબ્બુના અભિનયના વખાણ થયા હતા. આ ફિલ્મ આ વર્ષે માર્ચમાં રિલીઝ થઈ હતી.SS1MS