Western Times News

Gujarati News

માધુરી દિક્ષિત અને સુરેશ વાડકર “સા રે ગા મા પા”ના છેલ્લા એપિસોડમાં મહેમાન બનશે

રિયાલિટી ટેલિવિઝનના ઇતિહાસમાં સા રે ગા મા પાએ ઇતિહાસ બનાવ્યો!

સિઝન ઓન એર થયાના બે સપ્તાહમાં જ અલ્બર્ટ કાબો લેપ્ચા ઓરિજિનલ સિંગલ રેકોર્ડ કરનારો સા રે ગા મા પાનો પહેલો સ્પર્ધ બન્યો

મુંબઈ, ગત વર્ષની સિઝનની સફળતા બાદ, ઝી ટીવીનો જાણિતો ગાયકી આધારીત રિયાલિટી શો, સા રે ગા મા પાએ ફરીથી પાછો આવી ગયો છે, હિમેશ રેશમિયા, નીતિ મોહન અને અનુ મલિક અહીં જજ તરીકે અને આદિત્ય નારાયણને હોસ્ટ તરીકે જોવા મળી રહ્યા છે. Madhuri Dixit and Suresh Wadkar will be guests in next weekend’s “Sa Re Ga Ma Pa”

નવી સિઝનમાં નવા ફોર્મેટની સાથે નવો દાવ ખેલવામાં આવ્યો છે, તેમાં જજ દ્વારા સ્પર્ધકોને પડકારવામાં આવે છે… આ પડકારો વાતાવરણને થોડું તંગ કરશે, સ્પર્ધકો વચ્ચેની સ્પર્ધાને વધુ તેજ કરશે… દરેક એપિસોડમાં દર્શકો માટે કંઇક નવું સામેલ હશે.

સમગ્ર દેશના પ્રતિભાશાળી ગાયકોના ઓડિશનની સાથે શોની શરૂઆત સુમધુરતાથી થઈ છે. હવે, ભારતના ટોચના 12 ‘ઓજી’ અવાજની સાથે સા રે ગા મા પાએ રિયાલિટી ટેલિવિઝનમાં ઇતિહાસ બનાવવા તેયાર છે,

આ સિઝનની પ્રતિભાને તેનું ઓરિજિનલ સિંગલ્સ રેકોર્ડ કરવાની તક આપવાના વાયદાને આગળ વધારતા, પ્રસારણના ફક્ત બે જ સપ્તાહમાં શોએ ઝી મ્યુઝિક કંપનીની સાથે એક ઓરિજિનલ સિંગલ્સ રેકોર્ડ કરવા માટે તેનો પ્રથમ ગાયક શોધી લીધો છે- શોના પ્રિમિયર એપિસોડમાં અપના બના લે પિયાની રોકિંગ રજૂઆત સાથે નિર્ણાયકોને આશ્ચર્યમાં નાખ્યા બાદ, પશ્ચિમ બંગાળના અલ્બર્ટ કાબો લેપ્ચા આ અદ્દભુત તક મેળવનાર પ્રથમ સ્પર્ધક છે!

સ્પર્ધક અલ્બર્ટ કાબો લેપ્ચા કહે છે, “મને મારું પ્રથમ ઓરિજિનલ ગીત રેકોર્ડ કરવાની તક મળી છે, તેનાથી હું ખૂબ જ ઉત્સાહિત છું. હું સા રે ગા મા પાના જજ, ઝી ટીવી તથા ઝી મ્યુઝિક કંપનીનો ખૂબ જ આભારી છું કે તેમને મારી પ્રતિભાને ઓળખી અને મને આ તક આપી.”

જજ હિમેશ રેશમિયા કહે છે, “હું આ રિયાલિટી શોની ઘણી સિઝનનો હિસ્સો બન્યો છું અને દરેક સિઝનની પ્રતિભાએ તેમના સ્ટેજ પફોર્મન્સથી મને અવાક કર્યો છે. અમને આટલી છૂપી પ્રતિભાના પફોર્મન્સને જોવાનો મોકો મળ્યો છે, પણ આ વખતે તેમના માટે પણ ઝી મ્યુઝિક કંપનીની સાથે તેમનું ગાયેલું ગીત રિલિઝ કરવાનો મોકો છે.

ઓજી ગાયક શોધવા પાછળનો અમારો હેતુ એટલો જ છે કે, અમે ભારતીય સંગીત ઉદ્યોગને એક નવો અવાજ આપી શકીએ. આ દરમિયાન જ આ સપ્તાહના પહેલો પફોર્મર જ તેનું ઓરિજિનલ ગીત રેકોર્ડ કરવા જઈ રહ્યો છે અને હું તેના માટે ખૂબ જ ખુશ છું, આશા રાખું છું કે, આ સિઝનના અંત સુધીમાં લાયકાત ધરાવતા દરેક સ્પર્ધકને આ તક મળે.”

આ સપ્તાહના અંતના આગામી એપિસોડમાં બોલિવૂડની મહાન હસ્તી માધુરી દિક્ષિત સ્ટેજની શોભા વધારશે અને ‘ગણેશ ચતુર્થી’ સ્પેશિયલ ઉજવણીમાં જાણિતા ગાયક સુરેશ વાડકર અને તેની પત્નિ પદ્મા વાડકર જોડાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.